શિયાળાની સિઝનમાં ખાઓ પાલકનું શાક, શરીર માટે છે ખૂબ જ ગુણકારી, કેન્સરથી પણ બચાવે, જાણો અને શેર કરો

ખાવાપીવાની દ્રષ્ટિએ શિયાળાની સિઝનને સૌથી ઉત્તમ માનવામાં આવે છે. આ સિઝનમાં સૌથી સારી અને પત્તાવાળી શાકભાજી મળે છે, જે આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. જેમાં સૌથી વધુ ગુણકારી પાલક છે.

પાલકમાં રહેલા પોષક તત્વોથી આવે છે તાકાત
પાલકમાં બધા જરૂરી પોષક તત્વો હોય છે અને આ પોષક તત્વોથી શરીરમાં તાકાત આવે છે. પાલકમાં 23 કેલેરી, 91 ટકા પાણી, 2.9 ગ્રામ પ્રોર્ટીન, 3.6 ગ્રામ કાર્બ્સ, 2.2 ગ્રામ ફાઈબર અને 0.4 ગ્રામ ચરબી હોય છે. આ સિવાય પાલકમાં વિટામિન A, C, K1, ફોલિક એસિડ, આયરન અને કેલ્શિયમ પણ હોય છે. આવો જાણીએ કે પાલક ખાવાથી શરીરને કયા-કયા ફાયદા થાય છે.

આંખો માટે ગુણકારી
પાલક જેક્સૈન્થિન અને લ્યુટીનથી ભરપુર હોય છે. તેમાં કેરોટીનોઈડ હોય છે, જે આંખોને કોઈ પણ પ્રકારના નુકસાનથી બચાવે છે. ઘણાં અભ્યાસ મુજબ, જેક્સૈન્થિન અને લ્યુટીન આંખોમાં આવતા મોતિયાથી પણ બચાવે છે. પાલકમાં મળતુ વિટામિન A મ્યુક્સ મેમ્બ્રેનને જાળવી રાખવામાં મદદ કરે છે, જે આંખોની રોશની માટે ખૂબ જરૂરી છે.

કેન્સરથી બચાવે છે
પાલકમાં MGDG અને SQDG જેવા ઘટક આવે છે, જે કેન્સરના વિકાસને ધીમો કરે છે. એક અભ્યાસ મુજબ, પાલક કમ્પાઉન્ડ ટ્યુમરના આકારને પણ ઘટાડવાનું કામ કરે છે. પાલક પુરુષમાં થતાં પ્રોસ્ટેટ કેન્સરની સંભાવનાને પણ ઘટાડે છે. આ સિવાય બ્રેસ્ટ કેન્સરથી પણ બચાવે છે. એક એનિમલ અભ્યાસ મુજબ, પાલક કેન્સરની ગાંઠને પણ દબાવે છે. પાલકમાં ઘણી માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે કેન્સરથી લડવામાં મદદ કરે છે.

બ્લડ પ્રેશરમાં લાભકારક
પાલકમાં બહોળી માત્રામાં નાઈટ્રેટ હોય છે, જે બ્લડ પ્રેશરના સ્તરને સંતુલિત રાખે છે અને હાર્ટની બિમારીઓથી બચાવે છે. આરોગ્યના નિષ્ણાંતો મુજબ, પાલક ખાવાથી બ્લડ પ્રેશરનું સ્તર ઘટી જાય છે. આ હૃદયને સારું રાખે છે. પાલકમાં પૂરતી માત્રામાં પોટેશિયમ હોય છે અને તેમાં સોડિયમની માત્રા ખૂબ ઓછી હોય છે. તેથી બ્લડ પ્રેશરના દર્દીઓએ પાલક આવશ્ય ખાવી જોઈએ.

ઈમ્યુનિટીને વધારે છે પાલક
શિયાળાની સિઝનમાં લોકોને અવાર-નવાર શરદી-ખાંસીની સમસ્યા થઇ જાય છે. પાલક ઈમ્યુનિટી વધારવાનું કામ કરે છે. આ ઈમ્યુન સિસ્ટમને મજબુત બનાવે છે. આરોગ્ય નિષ્ણાંતો શરદીની સિઝનમાં વધુમાં વધુ પાલક ખાવાની સલાહ આપે છે. તેમાં બીટા-કૈરોટીન તો હોય છે. સાથે તેમાં જરૂરી એન્ટીઓક્સિડેન્ટ પણ હોય છે. પાલક વિટામિન સીથી ભરપૂર હોય છે, જે શરીરને ઈન્ફેક્શન સાથે લડવામાં મદદ કરે છે.

હીમોગ્લોબિન વધારે છે
જે લોકોમાં હીમોગ્લોબિનનું સ્તર ઓછુ હોય છે. તેમણે પોતાની ડાયટમાં પાલકનો ફરજીયાત ઉપયોગ કરવો જોઈએ. પાલક ફોલેટથી ભરપૂર હોય છે. જે લાલ રક્તકણોને વધારવામાં મદદ કરે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો