સોનુ સૂદ ચાહકોને મદદ કરવામાં અગ્રેસર છે. કોરોનાકાળમાં સોનુ સૂદ પોતાના કામથી ચાહકોની નજરમાં મસીહા બની ગયો છે. સોનુ સૂદ પોતાના કામથી લોકોના દિલ જીતી રહ્યો છે. ક્યારેક તે ઘર બનાવી આપે છે તો ક્યારેક અભ્યાસનો ખર્ચ આપે છે તો વળી ક્યારેક તે સારવાર કરાવી આપે છે.
સોનુએ હાલમાં જ પોતાના એક ચાહકની મદદ કરી હતી. આ ચાહક છેલ્લાં 12 વર્ષથી બીમાર હતો. પૈસાની અછતને કારણે તેની સર્જરી થઈ શકી નહોતી. તે જીવનથી હારી ગયો હતો. જોકે, આ મુશ્કેલ સમયમાં સોનુ ચાહકની મદદે આવ્યો અને 12 વર્ષની મુશ્કેલીને માત્ર 11 કલાકની સર્જરીથી દૂર કરી દીધી.
This is the best news today, 12 years of pain vanished with 11 hours of surgery. ❤️ Thank you almighty 🙏 https://t.co/rFAZwa02tq
— sonu sood (@SonuSood) November 28, 2020
ડૉક્ટરે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને આ ચાહકની તબિયત અંગે વાત કરી હતી. પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું, ‘અમનજીત ઠીક થઈ રહ્યો છે. 11 કલાકની લાંબી ન્યૂરો સર્જરી હતી. સોનુ સૂદનો આભાર. તેઓ સતત અમારા સંપર્કમાં હતા. ઓપરેશન પછી પણ તે વાત કરતાં રહ્યાં.’
જ્યારે સોનુ સૂદને ચાહકની હેલ્થ અપડેટ મળી તો તે ઘણો જ ખુશ થઈ ગયો હતો. સોનુએ સોશિયલ મીડિયામાં પોતાની ખુશી વ્યક્ત કરી હતી. સોનુએ કહ્યું હતું, ‘આ આજના સૌથી સારા સમાચાર છે. 12 વર્ષનું દુઃખ 11 કલાકમાં દૂર કરી દેવામાં આવ્યું.’
હાલમાં જ સોનુએ એક ચાહકને ફ્લાઈટની ટિકિટ મોકલાવી હતી
હાલમાં જ એક્ટરના એક ચાહકે બિહારથી મુંબઈ સાયકલ પર આવવાનો નિર્ણય કર્યો હતો. સોનુને જ્યારે આ વાતની ખબર પડી તો તેણે ફ્લાઈટની ટિકિટ મોકલાવી હતી અને તેનું સ્વાગત કર્યું હતું.
સોનુની બુક ‘આઈ એમ નો મસીહા’માં તેને મદદ દરમિયાન જે પણ મુશ્કેલીઓ આવી તેની વાત કરવામાં આવી છે. સોનુની આ બુક હિંદી તથા અંગ્રેજીમાં છે. સોનુએ સોશિયલ મીડિયામાં બુક કવર તથા અન્ય માહિતી શૅર કરી હતી. તેણે કહ્યું હતું, ‘આઈ એમ નો મસીહા’, ડિસેમ્બરમાં આવશે. આ મારા જીવનની વાત છે. આ સાથે જ તે હજારો પ્રવાસી શ્રમિકોની પણ.’ પુસ્તકને પેંગ્વિન ઈન્ડિયા પબ્લિશ કરશે. આ બુકના કવર સોનુ સૂદ તથા મીરા કે ઐય્યર એમ બે નામ લખવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..