ઇન્દોરનો પ્રદીપ હંમેશાં પરિવારની નબળી નાણાંકીય સ્થિતિને સુધારવા બાબતે વિચારતો હતો. તેને લાગ્યું કે, IAS ઓફિસર બનવાથી તેની સમસ્યા દૂર થઈ જશે. પરંતુ પેટ્રોલ પંપ પર કામ કરતા પિતા પાસે UPSC માટે કોચિંગ ક્લાસ કરવા માટે પૈસા માંગવાની હિંમત નહોતી. દીકરાની ઈચ્છાની જાણ થતાં જ પિતાએ પોતાનું ઘર વેચી દીધું અને અભ્યાસ માટે પૈસા આપ્યા. આખરે પ્રદીપની મહેનત રંગ લાવી અને તેણે પહેલા જ પ્રયાસમાં UPSCની પરીક્ષા પાસ કરી નાંખી. પ્રદીપની UPSCની તૈયારી માટે પિતા મનોજ સિંહ અને ઘરના બીજા સભ્યોએ કેટલાક ત્યાગ કર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
UPSC સિવિલ સર્વિસની પરીક્ષાનું રિઝલ્ટ મંગળવારે જાહેર થઈ ગયું હતું. તેમાં પ્રદીપ સિંહે ઓલ ઈન્ડિયા વન રેન્ક મેળવ્યો છે. તો 420મો રેન્ક રાહુલ મોદી નામના વ્યક્તિએ મેળવ્યો છે. તેના નામના કારણે તેની ખૂબ ચર્ચા થઈ રહી છે, પરંતુ 26માં રેન્ક પર આવનારા પ્રદીપ સિંહના સંઘર્ષની કહાનીના કારણે તેની ચર્ચા થઈ રહી છે. 22 વર્ષીય પ્રદીપ સિંહે CSE 2018ની પરીક્ષા પહેલા જ પ્રયાસમાં પાસ કરી દીધી હતી. તેમાં તેનો ઓલ ઈન્ડિયામાં 93મો રેન્ક હતો. પ્રદીપ સિંહનું કહેવું છે કે, તેના માતા-પિતાએ જીવનમાં ઘણા સંઘર્ષ કર્યા છે. પેટ્રોલ પંપ પર કામ કરતાં તેમણે પ્રદીપના સપના પૂરા કરવામાં કોઈ કસર રાખી નથી.
પ્રદીપ સિંહનું કહેવું છે કે, તેના ઘરમાં પૈસાની ઘણી મુશ્કેલી હતી, પરંતુ તેના માતા-પિતાએ પ્રદીપના અભ્યાસમાં કોઈપ્રકારની મુશ્કેલી ના આવવા દીધી. તમામ આર્થિક અભાવ છતાં તેમણે પ્રદીપને અભ્યાસ માટે દિલ્હી મોકલ્યો, જેથી તે સારી તૈયારી કરી શકે. એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતાં પ્રદીપ સિંહના પિતાએ કહ્યું હતું કે, ઇન્દોરના એક પેટ્રોલ પંપ પર કામ કરવા છતાં પણ હું હંમેશાં મારા દીકરાને શિક્ષિત કરવા માંગતો હતો. મારી પાસે પૈસાનો અભાવ હતો, એવામાં મેં તેના અભ્યાસ માટે મારું ઘર વેચી દીધું.
આ દરમિયાન પરિવારે ઘણો સંઘર્ષ કરવો પડ્યો પરંતુ, હવે મારો પરિવાર ખુશ છે. પ્રદીપનું કહેવું હતું કે, તેના કોચિંગ ક્લાસની ફી 1.5 લાખ રૂપિયા હતી. તેના વધારાના ખર્ચ પણ હતા. એ બધુ જોતાં પપ્પાએ ઘર વેચી દીધું. પપ્પાના એ ત્યાગથી મને વધુ મજબૂતી મળી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..