ચાર લોકોની હત્યાની ચકચારી ઘટના સામે આવી: પુત્રએ જ નાની, માતા-પિતા અને બહેનની કરી હત્યા, કારણ જાણીને પોલીસ પણ ચોંકી ગઈ

હરિયાણાના (Haryana news) રોહતક જિલ્લાના (four people murder in rohtak) વિજય નગર કોલોનીમાં શુક્રવારે ચાર લોકોની હત્યાની ચકચારી ઘટના બની હતી. આ ઘટનાનો પોલીસે ભેદ ઉકેલી દીધો છે. 20 વર્ષના પુત્રએ પોતાની નાની, માતા-પિતા અને બહેનની હત્યા કરી હતી. આરોપી અભિષેક ઉર્ફે મોનૂને પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસ પૂછપરછમાં આરોપી પુત્રએ હત્યાકાંડ પાછળ કારણ જણાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

રોહતકના એસપી રાહુલ શર્માએ પ્રેસ કોન્ફરન્સ કરીને આ અંગે જાણકારી આપી હતી. તેમના જણાવ્યા પ્રમાણે આ હત્યાકાંડ પાછળ પ્રોપર્ટી વિવાદ અને આંતરીક વિખવાદ કારણભૂત હતું. આ કારણે મોનૂએ પરિવારના સભ્યોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. પોલીસે ચાર દિવસ સુધી શંકાસ્પદો સાથે પૂછપરછ કર્યા બાદ મુખ્ય આરોપી સાથે સોમવારે પૂછપરછ કરી હતી.

શું હતી ઘટના
ઉલ્લેખનીય છે કે શુક્રવારે બપોરે વિજય નગરના રહેનારા પ્રદીપ મલિક અને તેની પત્ની, પુત્રી અને સાસુની ઘરમાં ઘુસીને ફાયરિંગ કરીને હુમલો કર્યો હતો. જેમાં પ્રદીપ, તેની પત્ની, તેની સાસુનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે પ્રદીપની પુત્રી નેહા મલિકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

એકનો એક પુત્ર નીકળ્યો હત્યારો
એક સાથે નાની, માતા-પિતા અને બહેનને ગોળી મારીને મોતને ઘાટ ઉતારવાના આ હત્યાકાંડનો મુખ્ય આરોપી અભિષેક ઉર્ફે મોનૂ મૃતક બબલુ એક માત્ર પુત્ર હતો. BA ફર્સ્ટ ઈયર, જાટ કોલેટનો વિદ્યાર્થી છે.

માથા ઉપર મારી હતી ગોળી
પોલીસ અને એફએસએલની સંયુક્ત કપાસ દરમિયાન ટીમેને ઉપરના રૂમમાંથી ખાલી ખોલ મળ્યા હતા. અને નીચેના રૂમમાંથી ત્રણ ખાલી ખોલ મળ્યા હતા. નીચેના રૂમમાં બબૂલ બેડ ઉપર પડેલો હતો. તે મોબાઈલ ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યો હતો. જ્યારે તેને ગોળી મારી ત્યારે તેનો ફોન કાન અને ખભા વચ્ચે લાગેલો હતો.

હત્યાને અંજામ આપી રૂમો બહારથી લોક કરીને ચાવીઓ સાથે લઈ ગયા
મકાનના ઉપરના અને નીચેના રૂમમાં પરિવારના સભ્યો ઉપર ફાયરિંગ કર્યા બાદ બદમાશોએ રૂમને લોક કરી ચાવી પોતાની પાસે રાખી લીધી હતી. પોલીસ ચાવીઓ બબલૂના નજીકના વ્યક્તિ પાસેથી મેળવી હતી.

ઉલ્લેખનીય છે કે પ્રોપર્ટીના વિવાદમાં ભાઈ ભાઈ વચ્ચે ઝઘડાઓ થતાં હોય છે. બહેનો ભાઈઓ પાસે પણ પ્રોપર્ટી માટે કોર્ટના પગથિયા ચડે છે. પરંતુ હરિયાણામાં એક પુત્રએ જ પ્રોપર્ટીના વિવાદમાં આખા પરિવારને ખતમ કરી નાંખ્યાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. અને લોકોને આ અંગે વિચારતા કરી મૂક્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો