વડોદરામાં જમાઈ બન્યો જમ: હથોડીના ફટકા મારીને સાસુને મોતને ઘાટ ઉતારી દેતાં સનસનાટી મચી ગઇ, હત્યા બાદ જમાઈનું પોલીસ સમક્ષ સરેન્ડર

વડોદરા શહેરના માંજલપુર કલ્યાણબાગ સોસાયટીમાં રહેતા સાસુની જમાઈએ માથામાં હથોડીનો ફટકો મારી મોતને ઘાટ ઉતારી દેતાં સનસનાટી મચી ગઇ હતી. વયોવૃદ્ધ સસરા સામે સાસુની હત્યા કરીને જમાઈ પોલીસ મથકમાં હાજર થઈ ગયો હતો. પોલીસે હત્યારાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, માંજલપુરની કલ્યાણબાગ સોસાયટીમાં 76 વર્ષીય સવિતાબેન પટેલ અને તેમના પતિ પુત્ર સાથે રહે છે. સવારે લગભગ 11 થી 11.30 વાગ્યાના સુમારે વૃદ્ધ પટેલ દંપતીનો જમાઇ વિશાલ અમીન આવી પહોંચ્યો હતો. જેણે વયોવૃદ્ધ સસરાની સામે સાસુ સવિતાબેન પટેલના માથામાં હથોડીનો ફટકો મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. જમાઈ પત્નીની હત્યા કરી રહ્યો હોવા છતાં લાચાર પતિ પત્નીને બચાવી શક્યા ન હતા.

સાસુને મોતને ઘાટ ઉતાર્યા બાદ હત્યારો જમાઈ વિશાલ અમીન સીધો મકરપુરા પોલીસ મથકમાં હાજર થઈ ગયો હતો અને પોલીસને જણાવ્યું કે, મેં મારા સાસુની હત્યા કરીને આવ્યો છું. મકરપુરા પોલીસે હત્યારાનો કબજો લઇ સ્થળ પર તપાસ કરવા જતા આ હત્યાનો બનાવ માંજલપુર પોલીસ મથકની હદમાં બન્યો હોવાથી હત્યાના આરોપીને માંજલપુર પોલીસના હવાલે કરી દીધો હતો. આ દરમિયાન માંજલપુર પોલીસે હત્યારાની ધરપકડ કરી તપાસનો દોર શરૂ કર્યો હતો.

આ બનાવ અંગે એ.સી.પી. એસ. બી. કુમાવતે જણાવ્યું હતું કે મોતને ઘાટ ઉતારાયેલા સવિતાબેન પટેલ અને તેમની દીકરી વચ્ચે પણ અણબનાવ હતો. જેના કારણે જમાઈને પોતાની સાસુ પર આક્રોશ હતો. આજે સાસુ-સસરા ઘરમાં એકલા હોઇ, જમાઈ વિશાલ ઘર પર પહોંચી ગયો હતો અને સાસુને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

મોતને ઘાટ ઉતારી દેવાયેલ સાસુ સવિતાબેન પટેલનો પુત્ર ગૌરવ અગાઉ બનાવટી દારૂ બનાવવાના કેસમાં વોન્ટેડ છે. જેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ગૌરવ દારૂના કેસમાં વોન્ટેડ થયા બાદ સાસુને જમાઈ અને દીકરી સાથે પણ બનાવ શરૂ થયો હતો. જેમાં સવિતાબેને તેમની દીકરીને ઠપકો આપતા જમાઈ રોષે ભરાયો હતો. હાલમાં કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા હત્યારા વિશાલ અમીન સામે માંજલપુર પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો