અમદાવાદમાં પટેલ પરિવાર પર આભ ફાટ્યું: પુત્રએ સુસાઈડ નોટ લખી આત્મહત્યા કરતાં આ આઘાત ન જીરવી શકતા પિતાએ પણ આત્મહત્યા કરી લીધી

બોપલના રહેતા પટેલ પરિવાર પર આભ તૂટી પડ્યું છે. દીકરાએ પોતાની ઓફિસમાં આત્મહત્યા કરી લીધી હતી. હજી દીકરાનું પોસ્ટ મોર્ટમ ચાલતું હતું. ત્યારે આ આઘાત ન જીરવી શકતા પિતાએ પણ આત્મહત્યા કરી લીધી છે. આ ચોંકાવનારા બનાવ પ્રકરણમાં દીકરાના મોતની તપાસ સરખેજ પોલીસ જ્યારે પિતાના મોતની તપાસ બોપલ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, દેવું થઈ જતા પુત્રએ આપઘાત કર્યો હતો. જ્યારે પુત્રના મોતના બીજા જ દિવસે પિતાએ પણ આપઘાત કરી લીધો હતો. પિતા અને પુત્રનું એક સાથે અવસાન થતા પરિવારમાં આભ તૂટી પડ્યું હતું.

હું મારી મરજીથી મારા અંગત કારણોસર આ પગલું ભરું છું: પુત્ર
બોપલમાં રહેતા અને મૂળ સાવરકુંડલાના પિતા-પુત્રના આપઘાતથી ચકચાર મચી ગઇ છે. સરખેજ મકરબા રોડ પર આવેલ ઓફિસમાં પુત્ર અલ્પેશ પલાણએ 5 સપ્ટેમ્બરના રોજ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. અલ્પેશ આપઘાત કરવા પાછળનું કોઈ કારણ નહીં હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો. જેમાં હું મારી મરજીથી મારા અંગત કારણોસર આ પગલું ભરું છું, જેથી પોલીસ કોઈને પણ હેરાન ન કરે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પુત્ર અલ્પેશના આપઘાતથી પિતા આઘાતમાં સરકી ગયા અને બીજા દિવસે પિતા બળવંતભાઈ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું.

પિતા-પુત્રની અંતિમવિધિ કરવા પરિવાર વતન પહોંચ્યા
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પુત્ર અલ્પેશના આપઘાત કરવા પાછળનું પ્રાથમિક કારણ દેવું થઈ જતાં આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે. જોકે સરખેજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી અને તપાસ શરૂ કરી છે. ત્યારે બીજી બાજુ વૃદ્ધ પિતા બળવંતભાઈએ આપઘાત કરી લેવાના કેસમાં બોપલ પોલીસે પરિવારના નિવેદન લઇ તપાસ શરૂ કરી છે કે અન્ય કોઈ કારણ છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે. પરિવાર પિતા પુત્રની લાશ લઈને વતન અંતિમવિધિ કરવા ગયા હોવાનું સામે આવ્યું છે. જે આવ્યા બાદ બોપલ પોલીસ આ અંગે પરિવારજનોનું નિવેદન નોંધી વધુ તપાસ કરશે.

અંગત કારણથી આત્મહત્યાની ચિઠ્ઠી લખી અલ્પેશભાઈએ આત્મહત્યા કરતા પહેલા નોટબુકમાં 3 લાઈનની ચિઠ્ઠી લખી હતી. જેમાં લખ્યુ હતુ કે ‘હું મારી મરજીથી મારા અંગત કારણસર હું આ પગલું ભરું છું, જેથી કોઈને હેરાન ન કરશો… પોલીસે આ ચિઠ્ઠી કબજે કરી હતી.

બેંક લોન બાકી હોવાથી દેવું થઈ ગયું હતું
અલ્પેશભાઈએ આત્મહત્યા કરી હોવાની જાણ થતા તેમના પરિવારના સભ્યોની પૂછપરછ કરી હતી. જેમાં તેમને બેંકની લોન ભરવાની બાકી હોવાનું જણાવ્યું હતુ. જો કે અલ્પેશભાઈએ કઈ બેંકમાંથી કેટલા રૂપિયાની લોન લીધી હતી તે હજુ જાણી શકાયું નથી. – એસ.જી.દેસાઈ, પીઆઈ સરખેજ

અંતિમક્રિયા બાદ પરિવારની પૂછપરછ કરાશે
અલ્પેશભાઈ અને બળવંતરાયના મૃતદેહોને પરિવાર અંતિમ ક્રિયા માટે વતન સાવરકુંડલા લઈ ગયા છે. અલ્પેશભાઈના પત્ની દીપાલીબહેન કે પરિવારના સભ્યો વતનથી પાછા આવ્યા નથી. તેઓ પાછા આવશે ત્યારબાદ તેમની પૂછપરછ કરવામાં આવશે. – કે.ટી.કામરિયા, ડીવાયએસપી

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો