એક ગામમાં એક પરિવાર રહેતો હતો. તે પરિવારમાં સાસુ-વહુ વચ્ચે કાયમ ઝઘડો થતો રહેતો હતો. સાસુ પોતાની ધાક જમાવવા માટે વહુને કાયમ ખરી-ખોટી સંભળાવતી હતી. વહુ પણ ઓછી ન હતી. તે પણ સાસુને ખરી-ખોટી સંભળાવતી હતી. એક દિવસ ગામમાં એક સંત આવ્યા. વહુએ સંતેની ખૂબ સેવા કરી. સંત વહુની સેવાથી ખૂબ પ્રસન્ન થઈ ગયા.
એક દિવસ મોકો જોઇને વહુએ સંતને કહ્યુ કે – તમે મને કોઈ એવો ઉપાય જણાવો જેનાથી મારી સાસુની બોલતી બંધ થઈ જાય. સંતે કાગળમાં એક મંત્ર લખ્યો અને વહુને આપીને બોલ્યા – જ્યારે પણ તારા સાસુ તને ખરી-ખોટી સંભળાવે, આ કાગળને પોતાના દાંતની વચ્ચે દબાવી લેજે. બીજા દિવસે જ્યારે સાસુએ વહુ સાથે ઝઘડો કર્યો અને વહુએ સંતના કહ્યુ મુજબ તે કાગળને પોતાના દાંત વચ્ચે દબાવી દીધો.
આ સિલસિલો સતત બે-ત્રણ દિવસ સુધી ચાલતો રહ્યો. એક દિવસ સાસુએ ખૂબ પ્રેમથી વહુને કહ્યુ કે – હવે હું ક્યારેય તારી સાથે ઝઘડો નહીં કરું કારણ કે હવે તે મારી ગાળોનો જવાબ આપવાનું બંધ કરી દીધું છે.
વહુએ વિચાર્યુ મંત્રની અસર થઈ ગઈ છે અને સાસુએ હથિયાર મૂકી દીધા છે. બીજા દિવસે વહુ સંત પાસે જઈ અને કહ્યુ – મારા સાસુ ઉપર તમારા આપેલા મંત્રની અસર થઈ ગઈ છે, તે હવે મારી સાથે ઝઘડો નહીં કરે.
સંતે વહુને જવાબ આપતા કહ્યુ કે – આ મંત્ર નથી મૌનની અસર છે. તે કાગળમાં કોઈ મંત્ર નહોતો લખ્યો. જો તું ઈચ્છે છે કે તારી સાસુ તારી સાથે ઝઘડો ન કરે તો તારે પણ ચૂપ રહેવું પડશે. કેટલીક સમસ્યાઓનો ઉકેલ સ્વયં આપણી પાસે જ હોય છે પરંતુ છતાં આપણે બીજાને પૂછતા રહીએ છીએ.
બોધપાઠ
બે લોકોમાં ઝઘડો ત્યારે થાય છે જ્યારે તે બંને એકબીજા વિરુદ્ધ બોલે છે. જો તેમાંથી કોઈ એક પણ ચૂપ થઈ જશે તો ઝઘડો આપોઆપ ખતમ થઈ જશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..