અચાનક રસ્તા વચ્ચે ફૌજીએ રોકી દીધી ગાડી, ભારે વરસાદમાં રસ્તા પર સાવધાન થઇને ઊભો રહી ગયો

અમેરિકાના કૈંટકીથી પસાર થતાં એક લોકલ સર્વિસ રોડ પર એક આર્મીનો જવાન અચાનક ગાડી રોકી દે છે. ભારે વરસાદમાં તેના ગાડી રોકવાથી પાછળ આવી રહેલી એક મહિલાએ પણ પોતાની કાર રોકવી પડે છે. મહિલા જોવે છે કે, ફૌજી ભારે વરસાદમાં અટેંશન પોઝિશનમાં રસ્તા વચ્ચે ઊભો રહી જાય છે. આ જોઇને મહિલા આશ્ચર્ય પામે છે. તેને સમજાતું નથી કે, આખરે તે ફૌજી આવું કેમ કરી રહ્યો હતો. પરંતુ જલ્દી જ તેની હકીકત મહિલા સામે આવે છે.

– એરિન હેસ્ટર નામની મહિલાએ આ તસવીરની સાથે એક ભાવુક કરતી પોસ્ટ પોતાના ફેસબૂક એકાઉન્ટ પર શેર કરી છે. મહિલાએ જણાવ્યું કે, પહેલાં તો મને તે ફૌજીના અચાનક ગાડી રોકવા પર ગુસ્સો આવી રહ્યો હતો.

– ત્યાર બાદ મેં જોયું કે, તે ભારે વરસાદમાં જીપથી નીચે ઉતરીને અટેંશન પોઝિશનમાં આવી ગયો. હું કંઇ વિચારું તે પહેલાં મારી નજર ડાબી બાજુથી પસાર થતી એક ગાડી પર પડી. તે એક શબ વાહન હતું. તેમાં કોઇ વ્યક્તિને અંતિમ સંસ્કાર માટે લઇ જવામાં આવી રહ્યો હતો.

પાછળ આવી રહેલી મહિલાએ જ્યારે હકીકત જાણી, ત્યારે તેણે કર્યું સેલ્યૂટ

– હું આ જોઇને ભાવુક થઇ ગઇ. આજકાલ લોકો કોઇના શબ વાહનની સામે ગાડી રોકવાની જગ્યાએ તેનાથી આગળ નીકળવાની કોશિશમાં લાગ્યાં હોય છે. પરંતુ લોકો જાણતાં નથી કે, આ વસ્તુથી વધારે આગળ કોઇ જઇ શકતું નથી. ફૌજીએ જે પ્રકારે ઊભા રહીને તે મૃત વ્યક્તિને સન્માન આપ્યું, તે હ્રદય સ્પર્શી હતું. હું પણ તેને સેલ્યૂટ કરતાં ત્યાંથી પસાર થઇ.

ફૌજીએ આવું કેમ કર્યુંઃ-

– એરિન ફૌજીના તે સન્માનને જોઇને ખૂબ જ પ્રભાવિત થયો. તેને લાગ્યું કે, લગભગ ફૌજીમાં એવો કોઇ નિયમ કાનૂન હશે, જેમાં કોઇ અંતિમ યાત્રાને જોતાં જ સન્માન આપતાં હશે. પરંતુ તેને આવી કોઇ જાણકારી મળી નહીં. એરિન સમજી ગઇ કે, આવો કોઇ નિયમ નથી, બસ ફૌજીએ માણસાઇ દર્શાવવા તે સન્માન આપ્યું હતું.

સોશ્યિલ મીડિયા પર શેર કરી કહાણીઃ-

– ભાવુક એરિને તે અજાણ ફૌજીની તસવીર અને કહાણી પોતાના મિત્ર સાથે શેર કરી. તેણે જણાવ્યું કે, આવા લોકો પણ હોય છે તે આજે મેં જોયું. ભારે વરસાદમાં લોકો જીવતા લોકો માટે રોકાતા નથી. ત્યાં જે આ ફૌજીએ કર્યું તેના વખાણ માટે કોઇ શબ્દ નથી….

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો