2500 સોલર સહેલીઓએ સૂર્યપ્રકાશથી 6 લાખ ઘરોને કર્યાં રોશન, ગામડાના લોકોનું જીવન બદલ્યું

રાજસ્થાનમાં અલવર, અજમેર, ધુલપુરનાં 6 લાખ ઘરમાં રહેતા 35 લાખ લોકોનું જીવન બદલાયું છે. આ ઘરોમાં હવે ચુલાનો ધુમાડો નથી ફેલાતો અને કેરોસીન પણ ઉપયોગમાં નથી લેવાતું. ગામડામાં આ વિકાસનો શ્રેય 2500 સોલર સહેલીઓને જાય છે. જેમણે 7 લાખથી વધુ સોલર ઊર્જાથી ચાલતા સ્ટવ, લેમ્પ્સ, ટોર્ચ, હોમ લાઇટિંગ સાધનો અને સ્ટ્રીટ લાઇટ આ ક્ષેત્રોમાં પહોંચાડી છે.

આંતરરાષ્ટ્રીય એજન્સી ગોગલાના જણાવ્યા પ્રમાણે, આ પહેલથી આશરે 9.50 લાખ ટન કાર્બન ઉત્સર્જન અટકાવવામાં મદદ મળી છે. આ પહેલ 8 વર્ષ પહેલાં અજેતા શાહ દ્વારા કરવામાં આવી હતી. વર્ષ 2017માં યોજાયેલી ગ્લોબલ ઇનોવેશન સમિટમાં તેમનું આ સ્ટાર્ટઅપ શ્રેષ્ઠ પસંદગી પામ્યું. આ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી પ્રમુખની પુત્રી ઈવાન્કા ટ્રમ્પ પણ સામેલ થઈ હતી.

મહિલાઓને મફતમાં ડીલરશિપ મળે છે

અજેતા શાહની કંપની આ મહિલાઓને તાલીમ પૂરી પાડવાની સાથે જરૂરી સહાય પણ પૂરી પાડે છે. અજેતા જણાવે છે કે, ‘ગામની સ્ત્રીઓ ઘરમાંથી નીકળીને બહાર આવી છે. તેમણે કુટુંબની આર્થિક સ્થિતિ તો સુધારી જ છે રણ સાથે પર્યાવરણને સુરક્ષિત રાખવામાં પણ ફાળો આપ્યો છે. અમે આ સોલર સહેલીઓને મફતમાં ડીલરશિપ આપીએ છીએ. તેથી તેમને શરૂઆતમાં ખર્ચ નથી કરવો પડતો.’

સોલર સ્ટોવ, લેમ્પ્સ, ટોર્ચ અને RO પર તેમને 15% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. મહિલાઓને આ પ્રોડક્ટ લેવા માટે શહેરમાં નથી આવવું પડતું. તેથી આમાં પણ તેમનો ખર્ચ બચી જાય છે. અજેતાના જણાવ્યા પ્રમાણે, આ વર્ષના અંત સુધીમાં યુપી, બિહાર અને ઓરિસ્સા જેવા રાજ્યોમાં પણ આ પ્રોજેક્ટ શરૂ થશે, જેથી ગ્રામીણ મહિલા પણ સ્વનિર્ભર બની શકે.

આ પ્રોજેક્ટમાં માત્ર મહિલાઓને એટલે જોડવામાં આવી છે કારણ કે, તે ગ્રામીણોને સોલર પ્રોડક્ટ્સના ફાયદા સારી રીતે જણાવે છે. કેસરોલી ગામની મિશકિનાનાં જણાવ્યાં અનુસાર, તે પહેલાં ક્યારેય ઘરમાંથી બહાર નહોતી નીકળતી. હવે ચાર રસ્તે જઇને લોકોને સોલર વસ્તુઓનું મહત્ત્વ જણાવે છે. દર મહિને તે 5 હજાર રૂપિયા સુધીની કમાણી કરી લે છે. મહિલાઓ ઈ-કોમર્સ કંપનીની જેમ પણ પ્રોડક્ટ્સ વેચશે.

500 ગામડામાં રિસર્ચ કર્યાં પછી શરૂ કર્યો પ્રોજેક્ટ

ન્યૂ યોર્કમાં ઉછરેલી ભારતીય મૂળની અજેતા શાહ વર્ષ 2005માં ભારત આવી. આ સમય દરમિયાન તેણે ઘણા રાજ્યોમાં વીજળીનો અભાવ જોયો. 5000 ગામડામાં રિસર્ચ કર્યાં પછી 2011માં અજેતાએ ફ્રન્ટિયર માર્કેટ કંપની ખોલી. ગ્રામીણ મહિલાઓને સોલર સાહેલી તરીકે તેમાં જોડવાનું શરૂ કર્યું. ગયા વર્ષે તેને આ પહેલ માટે નેશનલ કમિશન દ્વારા વુમન ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા એવોર્ડ પણ એનાયત થયો હતો.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો