30મી જૂન સોશિયલ મીડિયા દિવસ તરીકે ઉજવાય છે ત્યારે ચોંકાવનારા આંકડા ખુલવા પામ્યા છે કે ઇન્ટરનેટ પર એક વ્યક્તિ સરેરાશ 26 મિનિટ ઓનલાઇન હોય છે. જ્યારે 30 વર્ષથી નીચેના 50 ટકા વ્યક્તિ સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. ભારતમાં 25 કરોડ લોકો વોટસ એપ વાપરે છે. તેનો મર્યાદિત ઉપયોગ કરવાનો નિર્ધાર કરવા જેવો છે. વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર વગેરેથી અનેક પ્રકારની નુકસાની પણ વેઠવી પડે છે. આજે સમાજમાં લગ્નના ભંગાણ, યુવાનોમાં માનસિક હતાશા, વાહનોનાં અકસ્માતો સોશિયલ મીડિયાના અતિરેક ના કારણે જોવા મળે છે. ન્યૂરોસાયકિયાટ્રીસ્ટ ડો.શૈલેષ જાનીના જણાવ્યા નુસાર બાળકોને 9 વર્ષની આયુ સુધી મોબાઇલ જેવા સાધનોથી દુર રાખવા હિતાવહ છે. આ ઉપરાંત ડિપ્રેશન, અજંપો, હતાશા જેવા કેસ વધ્યા છે.
નકારાત્મક અસર
- શારીરિક ઇસરોમાં સ્થૂળતા, આંખોની બિમારી, કમરો દુ:ખાવો, અનિદ્રા જેવી નકારાત્મક અસરો જોવા મળે છે.
- પેની લખવાની આદત છૂટી ગઇ, વ્યાકરણ ખરાબ થયું, સ્પેલિંગ કે શબ્દો ખોટા લખવાના થયા.
- રાજકીય ઉથલપાથલ કે અશાંત સ્થિતિમાં અફવાઓ વધી
- કુટુંબના સભ્યો વચ્ચે ફેસ ટુ ફેસ વાતચીત ઘટી, બેગેજનું પ્રમાણ વધ્યું
- ઓનલાઇન ખોટું બોલવું, અફવાઓનું પ્રમાણ વધ્યું
- ધ્યાન આપવાની શક્તિ ઘટી ગઇ
- વધુ પડતા ફોનના ઉપયોગથી રેડિએશનનો ભય વધ્યો
- સેલ્ફ લેવાનું વળગણ પાગલપનની હદ સુધી પહોંચ્યું
એકલા ફેસબુકના આંકડા
- ફેસબૂક ઉપર એક વ્યક્તિના એવરેજ 130 ફ્રેન્ડઝ હોય છે.
- એક સપ્તાહમાં ફેસબૂક ઉપર એક અબજ વસ્તુ શેર થાય છે.
- દરરોજ સાત લાખ નવા એકાઉન્ટ ફેસબૂકમાં કુલે છે.
- એવરેજ એક વ્યક્તિ મહિનામાં 8 કલાક ફેસબૂકમાં વિતાવે છે.
- 62 ટકા લોકો પર્સનલ ઇસ્યુ શેર કરે છે.
સોશિયલ મીડિયાના અતિરેકની અસરો
- સામાજિક પ્રસંગોમાં અતડાપણું
- ઇન્ટરનેટ, મોબાઇલનો વધુ પડતો ઉપયોગ
- વારંવાર ગુસ્સે થવું
- ઓછાં મિત્રો, શારીરિક સ્વચ્છતામાં ધ્યાન ન આપવું
- આપઘાતના વિચારો કે પ્રયાસો
- અભ્યાસમાં પાછળ પડવું
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..