રાતની ઊંઘ બહુ મહત્ત્વપૂર્ણ હોય છે. જો આ ઊંઘ પૂરી ન થાય તો તેની અસર બીજા દિવસ પર પડે છે. ઘણીવાર રાત્રે પાર્ટનરનાં નસકોરાંથી આપણી ઊંઘ પર અસર પડે છે. તો ચાલો આજે તમને જણાવીએ કેટલાક એવા ઉપાયો વિશે જેનાથી નસકોરાં બંધ થઈ જશે અને તમે શાંતિપૂર્વક ઊંઘી શકશો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
નસકોરાં કેમ બોલે છે?
ઊંઘતી વખતે ગળાના પાછળનો ભાગ થોડો સાંકડો થઈ જાય છે. એવામાં જ્યારે ઓક્સિજન સાંકડી જગ્યામાંથી જાય છે ત્યારે આસપાસની પેશીઓ વાઇબ્રેટ થવા લાગે છે, જેથી નાકમાંથી વિચિત્ર અવાજો આવવાના શરૂ થાય છે, જેને સ્નોરિંગ એટલે કે નસકોરાં કહેવાય છે. નસકોરાં બોલવાનાં ઘણાં કારણો છે જેમ કે, નાકમાં એલર્જી, નાકમાં સોજો, જીભની લંબાઈ વધુ હોવી, અતિશય ધુમ્રપાન અથવા માદક દ્રવ્યોનું સેવન.
નસકોરાં રોકવાના દેશી ઉપાયો
ફુદીનાનું તેલ
નસકોરાં રોકવા માટે ફુદીનો ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. દરરોજ ઊંઘતા પહેલાં ફુદીનાના તેલનાં કેટલાંક ટીપાં નાકમાં નાખીને ઊંડો શ્વાસ લો. તેનાથી નાકનાં છિદ્રોમાં આવેલો સોજો ઓછો થશે અને સરળતાથી શ્વાસ લઈ શકાશે. તમે ઈચ્છો તો નાકની આજુબાજુ ફુદીનાનું તેલ લગાવીને પણ સૂઈ શકો છો. તેનાથી પણ નસકોરાં બોલવાનાં બંધ થઈ જશે.
ઓલિવ ઓઇલ
ઓલિવ ઓઇલમાં ઘણાં એવાં તત્ત્વો હાજર છે, જેનાથી સરળતાથી શ્વાસ લઈ શકાય છે. જે વ્યક્તિને નસકોરાં બોલતાં હોય તેણે રાત્રે સૂતી વખતે ઓલિવ ઓઇલમાં મધ મિક્સ કરીને ખાવું. તેનાથી શ્વાસ લેવામાં સરળતા રહેશે. તમે ઈચ્છો તો દરરોજ રાત્રે હૂંફાળા પાણીમાં મધ મિક્સ કરીને પણ પી શકો છો.
દેશી ઘી
ઘી નસકોરાં રોકવા માટે અસરકારક ઉપાય છે. દરરોજ રાત્રે ઊંઘતાં પહેલાં હળવા ગરમ કરેલા ઘીનાં 1-2 ટીપાં નાકમાં નાખો. આમ કરવાથી શ્વસનક્રિયા સરળ બનશે. આ સિવાય રાત્રે હળદરવાળું દૂધ પીવાથી પણ નસકોરાંની સમસ્યા દૂર થઈ શકે છે.
એલચી
એલચી અથવા તેનો પાવડર પણ નસકોરાંની સમસ્યા દૂર કરવામાં ખૂબ અસરકારક સાબિત થાય છે. સૂવાના સમય પહેલાં ગરમ પાણીમાં એલચી અથવા તેનો પાવડર નાખીને તે પાણી પીઓ. આ ઉપાયથી નસકોરાંની સમસ્યા દૂર થઈ શકે છે.
લસણ
લસણ પણ તમને સારી અને આરામદાયક ઊંઘ મેળવવામાં મદદ કરે છે. લસણમાં દર્દ મટાડવાનો ગુણ રહેલો છે. લસણ બ્લોકેજ સાફ કરવાની સાથે શ્વાસ લેવામાં મદદ કરે છે. નસકોરાં રોકવા માટે લસણની 2-4 કળીઓ લો અને તેને સરસિયાના તેલમાં નાખી હળવું ગરમ કરો. પછી ઊંઘતાં પહેલાં આ તેલથી છાતી પર માલિશ કરો.
મીઠાંવાળું પાણી
ગળા અથવા શ્વસન માર્ગમાં આવેલા સોજાના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે, જેના કારણે નાકમાંથી વિચિત્ર અવાજો આવે છે. આ સમસ્યાથી છૂટકારો મેળવવા ઊંઘતાં પહેલાં ગરમ પાણીના કોગળા કરો, જેથી સોજો ઊતરી જશે અને નસકોરાંની સમસ્યામાં રાહત મળશે.
ભરપૂર પાણી પીઓ
શરીરમાં પાણીની અછત હોવાથી પણ નસકોરાં બોલે છે. જ્યારે શરીરમાં પાણીની માત્રામાં ઘટાડો થાય છે, ત્યારે શ્વાસનળીથી નાક તરફ જતા માર્ગમાં રહેલો ભેજ સુકાઈ જાય છે. આવી પરિસ્થિતિમાં સાઇનસ હવાની ગતિને શ્વસનતંત્ર સુધી પહોંચવામાં સહકાર આપી શકતું નથી અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. તેથી નસકોરાંની સમસ્યાથી છુટકારો મેળવવા દિવસભર પુષ્કળ પાણી પીઓ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..