મહારાષ્ટ્રના (Maharashtra) વર્ધા જિલ્લાથી (Wardha District) એક રૂંવાડા ઊભી કરતી તસવીર (Shocking Image) સામે આવી છે. ઘરમાં મીઠી નીંદર માણી રહેલી એક બાળકીના ગળામાં સાપ (Snake) વીંટળાઈ ગયો હતો. ખૂબ જ મુશ્કેલીથી સાપને બાળકીના ગળામાંથી હટાવવામાં આવ્યો હતો, પરંતુ જતા-જતા છેવટે સાપે બાળકીને ડંખ (Snake Bite) મારી દીધો. હાલ આ નાની બાળકીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બાળકીના ઘરના સભ્યોનું કહેવું છે કે લગભગ દોઢ કલાક સુધી સાપ ગળામાં વીંટળાઈ રહ્યો હતો. બાદમાં બાળકીને બચાવવા માટે સાપ પકડનારની (Snake Catcher) મદદ લેવામાં આવી હતી.
આ ઘટના વર્ધાના સેલૂ તાલુકાની છે. લોકમત સમાચાર મુજબ, 6 વર્ષની બાળકી પૂર્વા પદ્માકર ગડકરી પોતાની માતા સાથે જમીન પર સૂઈ રહ્યા હતા. ત્યારે અડધી રાત્રે ત્યાં સાપ (Snake) આવી ગયો. સાપને અચાનક જોઈને માતા તો ભાગી ગઈ, પરંતુ આ દરમિયાન સાપ બાળકીના ગળામાં લપેટાઈ ગયો. આગામી લગભગ દોઢ કલાક સુધી સાપ ગળામાં વીંટળાઈ ગયો. ઘરમાં હોબાળો મચી ગયો. ગામના અનેક લોકો ત્યાં પહોંચી ગયા. માતા અને ઘરના બાકી લોકોએ બાળકીને ચૂપચાપ સૂતા રહેવા માટે કહ્યું. જ્યાં સાપ હટવા લાગ્યો તો તેનો કેટલોક હિસ્સો બાળકની પીઠ નીચે દબાઈ ગયો હતો. સાપે તે જ સમયે બાળકીને ડંખ મારી દીધો. હાલ બાળકીની સારવાર કસ્તૂરબા હોસ્પિટલમાં (Kasturba Hospital) ચાલી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે બાળકી હાલ ખતરાથી બહાર છે.
આ દરમિયાન ગામના લોકોએ સાપ પકડવારને (Snake Catcher) ફોન કર્યો. પરંતુ ત્યાં સુધીમાં સાપ બાળકીને કરડી (Snake Bite) ચૂક્યો હતો. લોકો આ ઘટના બાદ ડરમાં છે. નોંધનીય છે કે, વર્ધા જિલ્લાના ગામોમાં ઘણી મોટી સંખ્યામાં સાપ જોવા મળ્યા છે. ખાસ કરીને વરસાદની સીઝનમાં (Rainy Season) આ સંખ્યા ઘણી વધુ હોય છે.
આ વર્ષે મે મહિનામાં એક ઘરમાંથી 98 સાપ નીકળ્યા હતા. પાણીના ડ્રમમાં અસંખ્ય સાપ છુપાયેલા હતા. એક સાથે આટલા બધા સાપ જોઈને મજૂરોમાં ડરનો માહોલ ફેલાઈ ગયો હતો. ખૂબ જ મુશ્કેલી બાદ આ સાપોને ત્યાંથી રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..