કાશ્મીરી પંડિતોની આપવીતિ: મસ્જિદોમાંથી નારા ગુંજ્યા અને છોકરીઓ ગાયબ થવા લાગી, રેપ બાદ તેમના મૃતદેહો નદીમાં વહેતા જોવા મળ્યાં

કાશ્મીરનો એક ખૂબ જ સુંદર ભાગ છે – સોપોર. અહીંની હવામાં પણ લાલ-રસીલા સફરજનની સુગંધ આવતી હતી, પરંતુ વર્ષ 1990 પછી દ્રશ્ય બદલાઈ ગયું. હવે સફરજનના બગીચા સુકાઈ ગયા છે. વાસી લોહીની ગંધ ગૂંગળામણનો અનુભવ કરાવે છે. હસતા ઘરોને બદલે સળગતા ખંડેર જોવા મળશે. એક એવી ઘટના બની કે કાશ્મીરી પંડિતોએ આવું સુંદર શહેર પણ છોડીને બીજે વસવાટ કરવા માટે મજબૂર કર્યા હતા.

હવેલી જેવા મકાનોમાં રહેતા હિંદુઓ સામાન લઈને ભાગ્યા હતા અને હવે નાના ઓરડામાં ઘેટાં-બકરાની જેમ જીવી રહ્યા છે. 90ની 19મી જાન્યુઆરીએ પરિવાર સાથે ઘર છોડતી શીતલ કૌલ કહે છે કે શું-શું જોડે લેત! બે માળનું ઘર હતું, ઉપર નીચે છ રૂમ હતા. અમે અહીં જે રૂમમાં રહીએ છીએ તેટલું તો અમારું રસોડું હતું. ત્યાં ગાયો હતી, બકરીઓ હતી, જમીનો હતી, ઘણા સફરજન-બદામના બગીચા હતા- ઘણું બધું હતું. મસ્જિદોમાંથી અવાજ આવ્યો અને અમે અમારા કપડાં સૂટકેસમાં પેક કરીને રાતોરાત નીકળી ગયા. અને ઘર? એતો લોકોએ બાળી નાખ્યું!

આટલું કહેતાં શીતલ ધ્રુજી ગઈ. 32 વર્ષથી બંધ રહેલા આંસુ દરવાજા તોડીને બહાર વહેવા માંડે છે. આખી વાતચીત દરમિયાન તે વારંવાર દુપટ્ટા વડે પોતાની આંખો લૂછતી હતી અને હાથ વડે વીડિયો બંધ કરવા ઈશારો કરતી રહી હતી. શીતલ સેંકડો કાશ્મીરી પંડિતોમાંની એક છે જેઓ કાશ્મીર છોડીને ભાગ્યા અને હવે દિલ્હીના રોહિણી નજીકના મંગોલપુર કલાનમાં રહે છે.

જ્યારે મીડિયાની ટીમ તેમના ઘરે પહોંચી તો ઘરની સ્થિતિ જોઈને ઘણુ દુ:ખ થયું. જે માણસો કાશ્મીરમાં મહેલો જેવા મકાનમાં રહેતા હતા તેમને આજે 1 રુમમાં રહેવુ પડી રહ્યું છે. તેમના ઘરમાં જગ્યા-જગ્યાએ પડદા લગાયેલા હતા, જે કદાચ ગરીબી ઢાંકવા માટે લગાવ્યા હશે.

યુવતીઓના મૃતદેહ ફુલી ગયા હતા
શીતલે કહ્યું કે મારો જન્મ ત્યાં થયો, ત્યાંજ ભણીને મોટી થઈ. અમે પંડિતો જ્યારે હેરથ પર્વ ઉજવતા હતા ત્યારે પાડોશી મુસ્લિમ પણ સામેલ થતા હતા અને મદદ કરાવતા હતા. અમારા વચ્ચે ખૂબ જ સહકાર હતો ખાલી ખોરાકમાં જ ફરક હતો. પછી એકાએક બધુ જ બદલાવા લાગ્યું. હિન્દુ યુવતીઓને બહાર જવાથી રોકવામાં આવી. હિન્દુ યુવતીઓને ધર્મ બદલવાનું કહેવામાં આવ્યું.

મસ્જિદોમાંથી નફરતભર્યા સંવાદો નીકળવા લાગ્યા. પછી એવી વાતો સાંભળવા મળી કે જેણે અમને ડરાવી દીધા. તેઓ કહેતા કાશ્મીરને પાકિસ્તાન બનાવીશું પરંતુ હિન્દુ પુરુષો વગર, હિન્દુ મહિલાઓ સાથે રેપ થવા લાગ્યા. ઘણી ઓળખાણવાળી છોકરીઓ ગુમ થવા લાગી, તેમના પરિવાર પણ નહોતા જાણતા તેમની દીકરી સાથે શું થયું. કેટલાકના મૃતદેહો દરિયામાં તરતા મળ્યા તો કેટલાકના રસ્તા વચ્ચે લટકતા.

જ્યારે પોતાના જ ઘરમાં શિકારી ઘુસી જાય તો રસ્તા પર ભટકવુ જ યોગ્ય છે. અને અમે એવું જ કર્યું. એક ટ્રક ભાડે કર્યો અને બે-ત્રણ કાશ્મીરી પંડિતોના પરિવાર તે જ રાત્રે બહાર નીકળી ગયા. પહેલા જમ્મુના શરણાર્થી કેમ્પમાં રહ્યા પછી ત્યાંથી વિખેરાઈ ગયા.

જ્યારે ઘર છોડી રહ્યા હતા તો થતુ હતું કે શું-શું જોડે લઈશું. એક સાથે તમે કેટલું લઈ શકો? એક-બે વાસણો લીધા, રજાઈ લીધી અને બસ નીકળી ગયા. બાકી બધુ ત્યાંજ છુટી ગયું.

મને આજે પણ સપનામાં મારું ઘર આવે છે, ત્યાના લોકો, ત્યાંની ઠંડી હવા પણ જેવી જ આંખ ખુલે છે માત્ર આ નાનકડા રુમમાં ફરતો પંખો જોવા મળે છે.

જ્યારે મીડિયાની ટીમે સોપોરના પ્રખ્યાત સફરજન વિશે પુછ્યું તો શીતલે કહ્યું- તમને જે વસ્તુ સૌથી વધારે મળે તેની તમને કદર ન હોય, મારી જોડે પણ એવું જ થયું. ગામમાં સફરજનો એટલા હતા કે કદી ખૂટતા નહોતા. કેટલાક સફરજન પડી જાય, ખરાબ થઈ જાય તો પણ મને કઈજ ફરક નહોતો પડતો, પણ હવે જ્યારે દિલ્હીના સફરજન જોઉ છું તો મને મારા ગામના સફરજન ખૂબ જ યાદ આવે છે. અહીંના સફરજન જોવા પણ ગમતા નથી અને તેની કિંમત પણ વધુ હોય છે.

અમે કાશ્મીર છોડ્યું, પોતાના રિવાજો નહીં
અન્ય કાશ્મીરી પંડિત સાથે વાત કરવા માટે અમે થોડા આગળ ગયા. આ લોકો જ્યાં વસવાટ કરી રહ્યા છે તેમાં ઘર એકબીજાને અડીને આવેલા છે. અમને વિચાર આવ્યો કે જે લોકોની સવાર પક્ષીઓના કલરવથી થતી હતી તે લોકોને આ ગાડીઓના અવાજ સાથે ઉઠવાનું કેવુ લાગતુ હશે?

આવા કેટલાય સવાલો વચ્ચે અમે વિજય કુમારના ઘરે પહોંચ્યા, જ્યાં દરવાજા પર સ્વસ્તિક દોર્યું હતું. આશરે 52 વર્ષના વિજયે અંગ્રેજી અને હિન્દીમાં અમારું સ્વાગત કર્યું. ત્યાંજ તેમના દીકરાએ અમારા પગ સ્પર્શ કરી આશીર્વાદ લીધા ત્યારે પિતા વિજયકુમારે કહ્યું અમે કાશ્મીર છોડ્યું છે પણ ત્યાના વિચારો નહીં.

વિજયે કહ્યું- 19 જાન્યુઆરીની રાતે જ્યારે કાશ્મીરી પંડિતો પર કહેર વરસાવાનું શરુ થયુ ત્યારે હું બહાર હતો. બે-ત્રણ દિવસ પછી ઘરે પહોંચ્યો તો ઘરમાં સન્નાટો હતો. ત્યાં પિતાજી અને ભાભી સિવાય કોઈ નહોતું. બહેનોને લઈને ભાઈ નીકળી ગયા હતા. જાણવા મળ્યું કે મસ્જિદોમાંથી અવાજો આવ્યા અને હિન્દુ ઘરોમાંથી લોકોને ખેંચી-ખેંચીને બહાર નીકાળવામાં આવ્યા. ધમકીઓ મળવા લાગી. તે જાન્યુઆરીની રાત હતી. ઠંડી ખૂબ જ હતી તેવી સ્થિતિમાં અમને રસ્તા પર બેસાડવામાં આવ્યા. અમને ધમકીઓ મળવા લાગી ભાગી જાઓ નહીંતો જીવ ગુમાવશો.

શું ઘરે પાછુ જવાનું મન નથી થતું?
વિજયે કહ્યું- કેમ ન થાય, પરંતુ જઈશું નહીં. હવે ફરી વિશ્વાસઘાતી મિત્રોના ચહેરા નથી જોવા, જેમણે મુશ્કેલીના સમયમાં સાથ છોડી દીધો અને મિલિટેંટ્સ સાથે જોઈન્ટ થઈ ગયા. શું કરવાનું એવા મિત્રોનું જેમણે અમારા ઘરો દુશ્મનોને બતાવ્યા કે અહીં કાશ્મીરી પંડિતો રહે છે.

દિલ્હીના કાશ્મીર સમિતિના સીનિયર મેમ્બર કંવલ ચૌધરી પાસેથી અમે જાણવા ગયા કે કાશ્મીરમાં તે રાતે આખરે થયુ શું હતું. તેમણે કહ્યું મસ્જિદોમાંથી અવાજો આવ્યા અને અમે રસ્તા પર આવી ગયા. તેઓ કાશ્મીરીમાં બૂમો પાડી રહ્યા હતા કે તમે ધર્મ બદલી દો અથવા તો ભાગી જાવ નહીંતો મારી નાંખવામાં આવશો, પરંતુ પોતાની પત્નીઓને અહીં જ છોડી દો. રાતોરાત હિન્દુ ઘરો પર પોસ્ટરો લગાવામાં આવ્યા કે અહીંથી ચાલ્યા જાવ.

અમારી મહિલાઓનો ગેંગ રેપ કરી તેમના શરીરને આરીથી કાપી નાખીને ફેંકી દેવામાં આવતા જેથી અમે ડરી જઈએ. અમે ડરી ગયા અને કાશ્મીર છોડી દીધું. મેં પોતે ચાર માળનું મકાન છોડી દીધું છે. હવે ત્યાં કોઈ અન્યનો કબજો છે અને હું અહીં દિલ્હીમાં ભાડાના મકાનમાં રહું છું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો