આજના યુગ પ્રમાણે લોકોની લાઈફસ્ટાઇલ પણ બદલતી રહે છે. આજના મોર્ડન જનરેશનમાં મોટા ભાગે લોકો બેડ કે પલંગ પર જ સુવાનું પસંદ કરતા હોય છે. જોકે, કમ્ફર્ટેબલ બેડમાં સુવાનો આનંદ કઈક અલગ જ હોય છે. આપણે દરરોજ બેડ પર સુતા હોઈએ એટલે અમુક સમયે આપણને જમીન પર સુવાનું કહેવામાં આવે તો થોડું અજીબ લાગે એ સ્વાભાવિક છે. જો તમારે ફીટ અને હેલ્ધી રહેવું હોય તો નિયમિત રીતે જમીન પર સુવું. અમે તમને જમીન પર સુવાના મિરેકલ ફાયદા જણાવશું એટલે તમે દરરોજ જમીન પર સુવાનો આગ્રહ રાખશો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
કમરમાં દુખાવો
આજકાલની રોજિંદિ લાઈફસ્ટાઇલ માં કમરનો દુખાવો એ નોર્મલ વાત છે. જમીન પર સુવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તમારો કમરનો દુખાવો છુ મંતર થઇ જશે. જયારે તમે જમીન પર સુવું છો ત્યારે તમારા કરોડરજ્જુના હાડકાઓ સીધી દિશામાં હોય છે, જેથી કમરનો દુખાવો ટળે છે આવું હેલ્થ નિષ્ણાતોનું માનવું છે. આ દર્દથી મુક્તિ મેળવવાનો આ સારો રસ્તો છે.
લોહીનો પ્રવાહ
વધારે માનસિક ટેન્શનથી શરીરમાં લોહીનું સંચાર બંધ થઇ જાય છે, જેનાથી તમને ચક્કર આવવા લાગે છે. તેથી જમીન પર સુવો કારણકે આનાથી લોહીનું સંચાર થશે અને મગજમાં પણ લોહીનું યોગ્ય આદાનપ્રદાન થાય છે. યોગ્ય રીતે સુવાથી ઘણાં પ્રકારની બીમારીઓ દુર થાય છે. આ ઉપરાંત જો આપણે સ્ટ્રેટ થઈને સુઇએ તો હાઈટ પણ વધારી શકીએ છીએ.
અનિન્દ્રા દુર થાય
જો તમને રાત્રે ઊંઘ ન આવતી હોય ત્યારે બેડ પરથી ઉઠીને જમીન પર સુવું. જમીન પર સુવાથી તમને સારી ઊંઘ આવશે અને પોતાને ફ્રેશ ફિલ થશે.
બેચેની દૂર થશે
તમે જયારે બેડ પર સુવો છે ત્યારે થોડો સમય ડાબી બાજુ તો થોડો સમય જમણી બાજુએ એમ કરીને જો તમે કંટાળી ગયા હોય તો જમીન પર સુવું. આનાથી તમારો સ્ટ્રેસ અને બેચેની દુર થશે.
ફિટ રહેશો
જયારે તમે ગાદલામાં સુતા હોવ છો ત્યારે તમે તકિયાનો ઉપયોગ કરો છે, જે ગર્દન માટે ઠીક નથી. જમીન પર સુવાથી તમારા શોલ્ડર સ્ટ્રેટ અને બોડી ફીટ રહેશે. તમને આમાં આરામ મળશે અને તમારું ટેન્શન પણ દુર થશે.
ઉપરોક્ત જણાવવામાં આવેલ ટીપ્સને અજમાવતા તમે પોતાને રીફ્રેશ મહેસુસ કરશો. આમાં તમને આનંદ પર ખુબ થશે અને સાથે સાથે તમારી ઉંઘ પણ પૂરી થઇ જશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..