અમદાવાદના વટવામાં સંબંધો થયા શર્મશાર! સગી ભાભીએ નણંદને રૂ.2000મા ગ્રાહકોને સોંપતા ખળભળાટ! 2 યુવકોએ સગીરા સાથે આચર્યું દુષ્કર્મ

અમદાવાદના વટવામાં કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. સંબંધોને લજવતા કિસ્સામાં સગી ભાભીએ નણંદને દેહવિક્રેયમાં ધકેલી દીધી હતી. ભાભી માત્ર બે હજાર રૂપિયામાં ગ્રાહકોને સગીર નણંદને સોંપી દેતી હતી. જો કે સમગ્ર મામલો સામે આવતા સગીરાના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે ઇમમોરલ ટ્રાફિકિંગ અને પોક્સો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વટવામાં સંબંધોને લજવતો કિસ્સો સામે આવતા ચકચાર મચી ગઇ છે. જેમાં સગીર યુવતીને તેનાં જ ભાભીએ દેહવિક્રેયમાં ધકેલી દીધી હતી. વટવામાં રહેતી સગીરા પોતાનાં ભાભી સાથે રામોલ રિંગ રોડ પર આવેલા ફ્લેટમાં રહેવા ગઈ આવી હતી. તે સમયે તેનાં ભાભીએ પોતાની મિત્રને બોલાવી તેની સાથે મોકલી હતી. ત્યારપછી તો દરરોજ સગીરા ભાભીનાં કહેવાથી ભાભીની મિત્ર સગીરાને હોટલમાં લઈ જતી. જ્યાં એક યુવક પાસેથી 2 હજાર રૂપિયા લઈને હોટલમાં દેહનો સોદો કરાયો હતો અને યુવકે સગીરાની મરજી વિરુધ્ધ શારીરિક સંબંધો બાંધ્યા હતા અને બાદમાં સગીરા ઘરે આવતા રાતનાં સમયે સગીરાને ભાભી બીજા યુવકનાં ઘરે લઈ ગઈ હતી જ્યાં યુવક પાસેથી 2 હજાર રૂપિયા લઈને સગીરાને અન્ય રૂમમાં સગીરાની મરજી વિરુધ્ધ દુષ્કર્મ આચર્યું હતુ.

આ ઘટના બાદ સગીરાએ પોતાના પરિવારને સમગ્ર વાત કરતાં પરિવાર વટવા GIDC પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને ત્યાં ફરિયાદ કરી હતી. હાલ સગીર યુવતીની ભાભીનો કોઇ પત્તો નથી, પોલીસે સગીર યુવતીના ભાભીની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કરી દીધા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો