UPના સિંઘમ IPS અજયપાલ શર્માએ બલાત્કારીને મારી દીધી 3 ગોળી, સોશ્યલ મીડિયામાં થઈ રહી છે પ્રસંસા

બળાત્કાર અને હત્યાના આરોપીને પોલીસ અધિકારીએ ગોળી મારી છે. ઉત્તરપ્રદેશના રામપુરમાં IPS અજય પાલે પોતાની બહાદુરી દેખાડી છે. IPS અજય પાલે બળાત્કાર અને હત્યાના આરોપીને ગોળી મારી છે. 6 વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરી હત્યા કરી હતી.

7મી મેના રોજ આરોપી નાઝીરે 6 વર્ષની બાળકીનું અપહરણ કર્યું હતું. પોલીસ અને આરોપીઓ વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં નાઝીર નામના આરોપીને IPS અજય પાલે (IPS AJAY PAL SHARMA SP RAMPUR) ગોળી મારી હતી. IPS અજય પાલની બહાદુરીના લોકોએ ભરપૂર વખાણ કર્યા હતાં.

IPS અજય પાલ શર્માની બળાત્કારી માટે આ પ્રકારના ઓન ધ સ્પોટ એક્શનને લોકોએ વખાણી હતી. મીડિયામાં આ સમાચાર પ્રસિદ્ધ થતાં જ મધ્યપ્રદેશના સોશિયલ મીડિયામાં અજય પાલની બહાદુરીની ચર્ચાઓ થવા લાગી છે.

શું બની હતી ઘટના

સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થઇ રહેલા અજય પાલે ગત 11 જૂનના રોજ SP રામપુર તરીકે પદભાર સંભાળ્યો હતો, જો કે, ત્યારબાદ તરત જ એક 6 વર્ષની માસૂમ ગુમ થયાંની જાણકારી પ્રાપ્ત થતાં તેમણે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો. જો કે, એક-બે દિવસ પહેલા બાળકીનું અર્ધ બળેલી હાલતમાં માનવ કંકાલ મળી આવ્યું હતું.

તેની સાથે જ આરોપી નાઝીરનું નામ ખુલતા અજય પાલની ટીમ તે શખ્સને ઝડપી લેવા માટે પહોંચે છે. ત્યારે આરોપી દ્વારા પોલીસ પર ફાયરિંગ કરવામાં આવે છે જેના જવાબ રૂપે પોલીસે 3 ગોળી જવાબી કાર્યવાહી મારી હતી અને આરોપી ઘાયલ થઇ પડ્યો હતો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો