મધ્ય પ્રદેશ (Madhya Pradesh)પછી હવે બિહારમાં (Bihar)પણ નીતિશ કુમાર સરકારે ભ્રષ્ટ અધિકારીઓ પર ગાળિયો કસવાનો શરૂ કર્યો છે. ગત દિવસોમાં એક ભ્રષ્ટ ધનકુબેર એન્જીનિયરની ધરપકડ (arrest)કરવામાં આવી હતી. આ એન્જીનિયર વિશે રોજ નવા-નવા ખુલાસા થઇ રહ્યા છે. તપાસમાં કાર્યપાલક એન્જીનિયર કૌન્તેય કુમાર વિશે ખુલાસો થયો કે તે જમીન અને ઝવેરાતનો શોખીન હતો. સોના-ચાંદીના આભૂષણોનો પણ વિશેષ શોખ રાખે છે. ખાસ કરીને ચાંદી સાથે એન્જીનિયરને વિશેષ જોડાણ છે. તપાસ દરમિયાન એન્જીનિયરના ઘરમાંથી ચાંદીના ઘણા આભૂષણો સાથે ચાંદીના બીજા વાસણ પણ મળ્યા છે. કહેવાય રહ્યું છે કે એન્જીનિયર ચાંદીના વાસણમાં જ ખાવાનું ખાતો હતો. તેથી ઘરમાં ચાંદીની ચમચી, જગ, થાળી ગ્લાસ મળી આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
તમને જણાવી દઈએ કે ગત દિવસોમાં પથ નિર્માણ વિભાગે ગુલજારબાગ ડિવિઝનના કાર્યપાલ એન્જીનિયર પર ગાળીસો કસ્યો હતો. કૌન્તેય કુમારના ઘણા સ્થળો પર તપાસ કરવામાં આવી હતી. જેમાં 30 લાખ રૂપિયાની એફડીની સાથે-સાથે ઘણા ફ્લેટ્સ અને જમીનના દસ્તાવેજ મળી આવ્યા છે. કૌન્તેય કુમાર પાસે 8 બેંક ખાતા પણ છે અને ઘણા લોકર પણ છે. હજુ એન્જીનિયરના ઘણા સ્થો પર તપાસ ચાલી રહી છે.
એન્જીનિયરના ત્યાં ચાંદીના આભૂષણો અને વાસણોનો ભંડાર!
એન્જીનિયરના ઘરમાં જ્યારે રેડ કરવામાં આવી તો ચાંદીના ઘણા વાસણો મળી આવ્યા હતા. તપાસ અધિકારી તે સમયે ચકિત રહી ગયા જ્યારે એન્જીનિયરના ઘરમાંથી એકથી એક ચડિયાતા ચાંદીના વાસણ અને આભૂષણ મળી આવ્યા હતા. એન્જીનિયરના ઘરેથી ચાંદીની ચમચી, થાળી, ચાંદીનો ગ્લાસ અને ચાંદીનો મગ મળ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..