માતૃત્વને લજાવતી ઘટના સામે આવી: નીચેના માળે સાડી પડી ગઈ તો માતાએ પુત્રને સાડી સાથે બાંધીને 10મા માળેથી લટકાવ્યો

‘મા તે મા બીજા બધા વગડાના વા’, ‘સાકર વિના મોળો કંસાર, મા વિના સુનો સંસાર’ જેવી અનેક કહેવતો માતાના વ્હાલ, પ્રેમનો અહેસાસ કરાવે છે. એક માતા પોતાના સંતાનોને અનેક ગણો પ્રેમ કરે છે પરંતુ ક્યારેક માતૃત્વને લજાવતી ઘટનાઓ સામે આવે છે જ્યારે કોઇક માતા તોછડાઈપૂર્ણ હરકત કરે છે. હાલમાં જ એક ઘટના સામે આવી છે જ્યાં એક માતાએ પોતાના પુત્રને દસમા માળ પરથી નવમા માળ સુધી લટકાવ્યો કેમ કે તેની સાડી નવમા માળ પર પડી ગઈ હતી ત્યાં તાળું લાગેલું હતું.

દિલ્હીથી નજીક ફરીદાબાદમાં એક એવી ઘટના સામે આવી છે જેને જોઈને તમે અચંબામાં પડી જશો અને વિચારવા મજબૂર થઈ જશો કે શું એક માતા પણ એમ કરી શકે છે? હેરાન કરી દેનારો આ વીડિયો ફરીદાબાદમાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક માતાએ પોતાના દીકરાને સાડી સાથે બાંધીને 10મા માળથી નવમા ફ્લોર પર લટકાવી દીધો. નસીબ રહ્યું કે કોઈ ચૂંક ન થઈ અને બાળકને ફરી સુરક્ષિત રીતે ઉપર ખેચી લેવામાં આવ્યો. જો નાનકડી ભૂલ પણ થઈ જતી તો બાળકનો જીવ પણ જઈ શકતો હતો.

વાયરલ વીડિયો ફરીદાબાદ સેક્ટર-82 સ્થિત ફ્લોરિડા સોસાયટીનો છે. વીડિયોની તપાસ કરતા એક ન્યૂઝ ચેનલની ટીમ ફ્લોરિડા સોસાયટીમાં એ મહિલા સુધી પહોંચી જેણે પોતાના પુત્રને દસમા ફ્લોરથી નવમા ફ્લોર પર લટકાવ્યો હતો. જાણવા મળ્યું મહિલા 10મા માળ પર રહે છે જેનું કોઈ સાડી તેના નીચેના ફ્લોર પર પડી ગઇ હતી અને એ ફ્લોરનું તાળું લાગેલું હતું જેના કારણે મહિલા ત્યાં જઈને સાડી લાવી શકતી નહોતી. પછી મહિલાએ પોતાના પુત્રને એક સાડી સાથે બાંધીને સાડી લેવા નીચે લટકાવી દીધો. આ દરમિયાન સામેવાળા ફ્લોર પર રહેતા લોકોએ આ આખી ઘટનાનો વીડિયો બનાવી લીધો જે ફરીદાબાદમાં વાયરલ થઈ રહ્યો છે.

આ ઘટના અંગે મહિલા મુનેશ શર્મા સાથે વાત કરવામાં આવી તો તેણે કહ્યું કે મને પોતાની ભૂલ પર પછતાવો છે. સોસાયટીમાં રહેતા પરવીન સારસ્વતે જણાવ્યું કે આ ઘટના 6 કે 7 ફેબ્રુઆરીની છે. મહિલાએ પોતાના પુત્રને સાડી સાથે બાંધીને સાડી લેવા માટે લટકાવ્યો હતો. આ મહિલાએ સાડી લેવા માટે કોઈ સાથે કોઈ સંપર્ક ન કર્યો અને જાતે નિર્ણય લીધો જે ખતરનાક સાબિત થઈ શકતો હતો. હાલમાં સોસાયટી તરફથી મહિલાને એમ કરવા પર નોટિસ આપવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો