પાલનપુરના પાટીદાર યુવાનની મોટી છલાંગ: 23 વર્ષીય યુવાન શિવમ પટેલની ગૂગલના હેડક્વાર્ટરમાં નિમણૂંક થતાં સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યુ

પાલનપુરના વતની અને અમદાવાદ ખાતે સ્થાયી થયેલા ડોક્ટર નલીનભાઈ પટેલના પુત્ર શિવમએ સોફ્ટવેર એન્જીનિયરીંગમાં અભ્યાસ કર્યા બાદ વિદેશની જુદી જુદી સંસ્થાઓમાં રિસર્ચ ઇન્ટરશીપ કરી અને ગૂગલના હેડક્વૉર્ટરમાં સોફ્ટવેર એન્જીનીયર તરીકે જોબ મળતા ગુજરાત ના અમદાવાદ, બનાસકાંઠા તેમજ પાલનપુર નું ગૌરવ વધાર્યુ છે બુધવારે પાલનપુરની વિદ્યામંદિર શાળાની મુલાકાતે આવી વિદ્યાર્થીઓને મોટીવેશનલ સ્પીચ આપી અને અભ્યાસ બાદ કેવી રીતે આગળ વધારવી તે અંગે માહિતી આપી હતી.

ગુજરાતના અમદાવાદ, બનાસકાંઠા અને પાલનપુરનું ગૌરવ એવા અમદાવાદ ખાતે સ્થાયી થયેલા પાલનપુરના પાટીદાર પરિવારનો 23 વર્ષીય યુવાન શિવમ પટેલ ને ગૂગલમાં સોફ્ટવેર એન્જીનીયર, મશીન લર્નિંગ તરીકે આગામી 14 ફેબ્રુઆરી 2022ના દિવસે જોઇનિંગ કરવા જઈ રહ્યો છે ત્યારે તેના પરિવારમાં ખુશી જોવા મળી હતી. જોકે શિવમના દાદા ડોક્ટર ગૌતમભાઈ પટેલ પાલનપુરની ગવર્મેન્ટ શાળામાં અભ્યાસ કર્યો છે અને શિવમના પિતા ડોક્ટર નલિનપટેલ મૂળ પાલનપુરના જુના લક્ષ્મીપુરાના રહેવાસી હોવાથી અને પાલનપુરની ખ્યાતનામ સંસ્થા વિદ્યામંદિર શાળામાં શિવમના પિતાએ અભ્યાસ કર્યો હોવાથી વિદ્યામંદિર સંસ્થાના નિયામક હસમુખભાઈ મોદીએ શાળાના ધોરણ 10 થી 12 સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મોટિવેશનલ સ્પીચ આપવા માટે આગ્રહ કરતા શિવમ પોતાના દાદા તેમજ પિતા સાથે પાલનપુરની વિદ્યામંદિર સંસ્થાની મુલાકાતે આવ્યો હતો જેમાં શિવમએ (New Horizons Of Technology, CareerCouncelling & Success Talk ) પર જુદા જુદા સેશનમાં કોરોના ની ગાઈડલાઈન નું પાલન કરી બાળકોને સ્પીચ આપી હતી જોકે તેણે સંદેશ સાથે ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે તે પોતે પાલનપુરને કદી ભૂલશે નહીં અને ખાસ કરીને ગૂગલમાં જોઈન કરતા પહેલા તેનું સપનું હતું કે પોતાના માદરે વતન પાલનપુર જવું છે તે માટે ખાસ પાલનપુર અને વિદ્યામંદિરની મુલાકાતે આવ્યો હતો.

ધોરણ 12 સુધી અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ લોયલા સંસ્થામાં અભ્યાસ કર્યા બાદ નિરમા ઇન્સ્ટિટયૂટમાં બેચલરમાં અભ્યાસ દરમિયાન રિસર્ચ ઇન્ટરશીપ 2017માં MIT (USA), 2018માં કેલિફેર્નિયા ઇસ્ટિટયૂટ ઓફ્ ટેકનોલોજી(USA), 2019માં યુનિવર્સીટી ઓફ્ મોંડ્રિયાલ (કેનેડા)જેમાં યોસુઆ બેંજિયો આર્ટિફ્યિલ એન્જીઓના પિતા ગણાતા ત્રણ માના એક સાથે કામ કર્યું, 2020માં યુનિવર્સીટી ઓફ્ કેમ્બ્રિજ (UK)માં બેચલર સ્પીચ માટે આમંત્રિત કર્યા હતા જેમાં એક માત્ર ભારતીય તરીકે શિવમ પટેલ પોતે હતા, કાર્નિંગ મેલન યુનિવર્સીટીમાં (UK)માં, IIT બોમ્બેમાં 3 વર્ષ 2017 થી 2020 સુધી સસ્થ લેબમાં પ્રોજેક્ટર પર કામ કર્યું,ટેડ ટોક તરીકે નિરમાં યુનિવર્સીટીમાં 2017માં તેમજ વીએસમાં 2019માં સ્પીચ આપી.

ગૂગલ માઉન્ટેન હેડકવા ટર્સમાં મેઈન પોસ્ટ સોફ્ટવેર એન્જીનીયર, મશીન લર્નિંગ તરીકે 14 ફેબ્રુઆરી 2022માં જોડાશે જેમાં ઓક્ટોબર માસમાં એમનું ગૂગલમાં ઇન્ટરવ્યૂ થયું હતું જે 7 સ્ટેપમાં લેવાયુ હતું,જેમાં પ્રથમ રાઉન્ડ સ્ક્રીનીંગ રાઉન્ડ હતો,બીજો રાઉન્ડ ઓનલાઈન હતો,બાદમાં ઓનસાઈટ રાઉન્ડમાં 5 કલાકનું ઇન્ટરવ્યૂ હતું જેમાં 4 ટેક્નિકલ રાઉન્ડ અને 1 હ્યુમન રિસોર્ષ રાઉન્ડ પાસ કરવાનો હતો જે તમામ રાઉન્ડ ની પરીક્ષા માંથી પસાર થયા હોવાનું શિવમએ જણાવ્યું હતું.

શિવમના દાદા પાલનપુરના ખ્યાતનામ ડોકટર ગૌતમપટેલ એમ એસ સર્જન છે જેઓ પહેલા ગુજરાતની જુદી જુદીગવર્મેન્ટ હોસ્પિટલોમાં સર્જન તરીકે સેવા આપી પાલનપુર માં પોતાની હોસ્પિટલ કરી હતી અને શિવમના પિતા ૫ વર્ષ બીજે મેડિકલ કોલેજ માં ૫ આસિસ્ટન્ટ પ્રોફેસર રેડીઓલોજી તરીકે સેવા આપ્યા બાદ પોતાનું ખાનગી ક્લિનિક અમદાવાદ સાબરમતી ખાતે હાલમાં સેવા આપી રહ્યા છે.

વિદ્યામંદિર શાળાના વિદ્યાર્થીઓને શિવમની સ્પીચ થી ઘણું બધું શીખવા મળ્યું છે (હસમુખભાઈ મોદી નિયામક વિદ્યામંદિર ટ્રસ્ટ પાલનપુર)

પાલનપુરની વિદ્યામંદિર શાળાના નિયામક હસમુખભાઈ મોદીએ જણાવ્યું હતું કે શિવમના પરિવારમાં તબીબી વિજ્ઞાનનું પ્રભુત્વ હતું તેનાથી જુદું ક્ષેત્ર પસંદ કર્યું પોતાના ટેલેન્ટને વિકસાવ્યુ છે અને અમદાવાદ,અને પાલનપુરને ગૌરવ અપાવ્યું છે જોકે વિદ્યામંદિરના વિદ્યાર્થીઓને શિવમની સ્પીચમાંથી ઘણુબધુ શીખવા મળ્યું છે અને કરિયર ગાઈડલાઈન અંગે વિસ્તૃત માહિતી મળી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો