મુંબઈની પાસે સમુદ્રમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB)એ અત્યાર સુધીના સૌથી મોટા દરોડાની કાર્યવાહી કરી છે. એક મોટા અભિનેતાના પુત્ર અને ત્રણ યુવતીઓ સહિત 13 લોકોની અટકાયત કરાઈ હતી, તેમાથી 8 લોકોની ઘરપકડ કરાઈ છે. અટકાયત કરાયેલા એક્ટરના પુત્રનો ખુલાસો કરાયો નથી, પરંતુ મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે તે આર્યન ખાન જ છે. NCBએ આ દરોડા કોર્ડેલા ધ ઈમ્પ્રેસ નામના શિપ પર દડોરા પાડ્યા છે. શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની NCB પૂછપરછ કરી રહી છે.
NCBની ટીમને એવી માહિતી મળી હતી કે એક ક્રૂઝ પર ડ્રગ્સ પાર્ટી ચાલી રહી છે. ત્યારબાદ શનિવારે અહીં વ્યાપક પ્રમાણમાં કાર્યવાહી કરવામાં આવી હતી. આ શિપ પર રેવ પાર્ટી ચાલી રહી હતી. છેલ્લામાં છેલ્લી માહિતી પ્રમાણે આ શિપ પરથી મોટા પ્રમાણમાં માદક પદાર્થો મળી આવ્યા છે. તેની કિંમત કરોડોમાં આંકવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જે પણ ડ્રગ્સ મળી આવ્યું છે તે MD કોક અને હશિસ છે.
#WATCH | Narcotics Control Bureau (NCB) detained at least 10 persons during a raid conducted at a party being held on a cruise in Mumbai yesterday
(Visuals from outside NCB office) pic.twitter.com/yxe2zWfFmI
— ANI (@ANI) October 2, 2021
મળેલી માહિતી પ્રમાણે ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ આ ઓપરેશન હાથ ધર્યું હતું. તેઓ પોતાની ટીમ સાથે મુંબઈમાં આ શિપર પર સવાર થઈ ગયા હતા. જોકે જ્યારે શિપ મધ દરિયે પહોંચ્યું ત્યારે એક ડ્રગ પાર્ટીનું આયોજન થયું. આ પાર્ટીમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ લઈ રહેલા લોકો નજર આવ્યા હતા અને ત્યારબાદ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
મુંબઈ એરપોર્ટ પર ગાદલામાંથી પકડાયું હતું 5 કરોડનું ડ્રગ્સ
આજની કાર્યવાહી થઈ તેના એક દિવસ અગાઉ એટલે કે શુક્રવારે NCBએ ગાદલામાં છૂપાવીને ઓસ્ટ્રેલિયા તથા ન્યૂઝીલેન્ડમાં ડ્રગ્સ મોકલવાનો પર્દાફાશ કરતા આશરે પાંચ કરોડ રૂપિયાની કિંમતનું ઈફીડ્રિન ડ્રગ્સ જપ્ત કર્યું હતું. હૈદરાબાદથી આવેલા ગાદલાનું એક પેકેટ મુંબઈ એરપોર્ટથી ઓસ્ટ્રેલિયા માટે મોકલવાનું હતું, પણ NCBના અધિકારીઓને આ અંગે માહિતી મળી ગઈ હતી. તપાસ સમયે તેના રૂ વચ્ચેથી 4 કિલો 600 ગ્રામ ઈફિડ્રિન મળ્યું હતું.
છેલ્લા કેટલાક મહિનામાં પાંચ એવી ઘટના સામે આવી ચુકી છે કે જ્યાં ગાદલામાં ડ્રગ્સ છૂપાવીને ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ મોકલવામાં આવતું હતું. NCBના એક અધિકારીએ જણાવ્યું હતું કે 30 સપ્ટેમ્બરના રોજ અંધેરી વિસ્તારમાં કાર્યવાહી કરતા ઓસ્ટ્રેલિયા મોકલવામાં આવી રહેલા ગાદલાના પેકેટને પકડવામાં આવ્યા હતા.
બોલીવુડના અનેક સ્ટાર્સ પર NCBએ કાર્યવાહી કરી છે
અભિનેતા સુશાંત સિંહ રાજપુતના મોત બાદ બોલીવુડ ડ્રગ કેસમાં અત્યાર સુધીમાં અનેક મોટા સ્ટાર્સની NCBની ટીમ દ્વારા પૂછપરછ કરી ચુકી છે. જેમાં અભિનેતા અર્જુન રામપાલ, અભિનેત્રી દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપુરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અભિનેતા અરમાન કોહલી, અભિનેત્રી રિયા ચક્રવર્તી કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયા, અભિનેતા એઝાઝ ખાન, ટીવી કલાકાર ગૌરવ દીક્ષિતની ધરપકડ કરવામાં આવી છે.
મુંદ્રા પોર્ટ પર રૂપિયા 20 હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું હતું
ગયા સપ્તાહે અફઘાનિસ્તામાંથી તસ્કરી કરી ભારત આવેલા આશરે 3 ટન હેરોઈનને ગુજરાતના મુંદ્રા પોર્ટ પરથી જપ્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલિજન્સ (DRI) તરફથી કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત રૂપિયા 19000થી વધારે માનવામાં આવે છે. ડ્રગ્સ (હેરોઈન)ને બે કન્ટેનર્સમાં રાખવામાં આવ્યું હતું. એજન્સીનું કહેવું છે કે બે કન્ટેનર્સમાં હેરોઈનને ઈરાનથી લાવવામાં આવ્યું હતું. એક કન્ટેનરમાં 2000 કિલો અને અન્ય કન્ટેનરમાં 1000 કિલો હેરોઈન હતું. તે અફઘાનિસ્તાનનું હેરોઈન છે,જે ગુજરાતના પોર્ટ પર મોકલવામાં આવેલું.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..