માતાના 100માં જન્મ દિવસની પુત્રો દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી, તેમનો 50 સભ્યોનો પરિવાર એક જ છત નીચે રહે છે

સુરતના વેસુમાં વિજય લક્ષ્મી હોલ ખાતે શર્મા પરિવાર દ્વારા માતૃશક્તિ સતાબ્દી મહોત્વનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 6 પુત્રો દ્વારા માતાના 100માં જન્મ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આજે જ્યારે સમાજમાં સંયુક્ત કુટુંબમાં રહેવાની પ્રથા ભાગ્યે જ જોવા મળે છે ત્યારે આ પરીવારમાં 50 જેટલા વ્યક્તિઓ એક સાથે જ રહે છે. જેમણે માતાના 100માં જન્મ દિવસ ઉજવવાનુ આયોજન કર્યું હતું. જાણો વિશેષ.

પરિવારના તમામ સભ્યો હાજર રહ્યા હતા

શહેરના વેસુ ખાતે રહેતા શર્મા પરિવાર કે જે શિવ શક્તિ પરિવાર તરીકે જાણીતા છે. તેમના પરિવારના 50 જેટલા સભ્યો એક છત નીચે રહે છે. પરિવારના વડીલ એવા રામાદેવી શર્માનો 100નો જન્મ દિવસની અનોખી ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી વેસુના વિજય લક્ષ્મી હોલ ખાતે પરિવારના તમામ સભ્યો સાથે માતાનો 100મો જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પરિવારના તમામ સભ્યો હાજર રહ્યા હતા. અને માતાના આશીર્વાદ મેળવ્યા હતા.

માતાના ચરણોમાં સ્વર્ગની અનુભૂતિ થાય છે

100 વર્ષના રામાદેવી શર્માના પુત્ર ધનશ્યામભાઈ શર્માએ જણાવ્યું હતું કે, માતા રામાદેવીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 6 પુત્રો, 4 પુત્રી, 10 પુત્ર અને પુત્રવધૂ, 10 પૌત્રી, 3 પ્રપોત્ર અને 6 પ્રપોત્રી સહિતના સગા સંબંધીઓ હાજર રહ્યા હતા. 50 જેટલા અમારા કુટુંબના સભ્યો એક છત નીચે રહી આખો દિવસનું ટેન્શન દૂર કરી સાંજે માતાના ચરણોમાં સ્વર્ગની અનુભૂતિ કરીએ છીએ.

આજના સમયમાં આ પરિવાર દરેક સમાજને અનોખી પ્રેરણા પૂરી પાડે છે. પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો