આજે આસો મહિનાની પૂનમ છે. આ તિથિને શરદ પૂર્ણિમા કહેવામાં આવે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્ર પોતાની પૂર્ણ 16 કળાઓની સાથે ઉદય થાય છે. બીજી પૂનમની સરખામણીએ આ રાત્રે ચંદ્ર મોટો દેખાય છે. આયુર્વેદમાં પણ આ રાતનું વિશેષ મહત્વ જણાવ્યું છે. એટલા માટે શરદ પૂનમની રાત્રે અનેક જગ્યાએ ખીરનું વિતરણ કરવામાં આવે છે. આ ખીર સ્વાસ્થ્ય માટે લાભદાયક હોય છે.
જાણો આ તિથિ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો–
➤શરદ પૂર્ણિમા સાથે જોડાયેલી માન્યતા છે કે આ રાત્રે દેવી લક્ષ્મી પૃથ્વીનું ભ્રમણ કરે છે અને ભક્તોને પૂછે છે કે કોણ જાગી રહ્યું છે, એટલા માટે તેને કોજાગરી પૂર્ણિમા પણ કહે છે.
➤દેવી લક્ષ્મી, ભગવાન વિષ્ણુ અને તેમના બીજા અવતારોની પૂજા કરવા માટે આ તિથિ ખૂબ જ ખાસ હોય છે. આ દિવસે ભગવાન સત્યનારાયણની કથા પણ કરવામાં આવે છે.
➤પૂજા-પાઠની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ દિવસ હોવાથી આ દિવસે ઘરમાં પ્રેમથી રહેવું જોઈએ. વાદ-વિવાદ ન કરવો જોઈએ. જે ઘરોમાં કલેશ થતો હોય, ત્યાં દેવી-દેવતાઓની કૃપા નથી થતી. પૂજા-પાઠનું ફળ પ્રાપ્ત કરવું હોય તો ઘરમાં શાંતિ રાખવી જોઈએ.
➤પૂનમના દિવસે સૂર્યાસ્ત પછી તુલસીની પાસે દીવો પ્રગટાવો અને પરિક્રમા કરો. ધ્યાન રાખો કે તુલસીને સ્પર્શ ન થઈ જાય. (સૂર્યાસ્ત પછી તુલસીને સ્પર્શ કરવાની મનાઈ છે)
➤માન્યતા છે કે દ્વાપર યુગમાં આ તિથિએ ભગવાન શ્રીકૃષ્ણએ ગોપીઓની સાથે રાસ રચાવ્યો હતો. વૃંદાવનના નિધિવન વિશે એવું કહેવાય છે કે આજે પણ અહીં શ્રીકૃષ્ણ ગોપીઓની સાથે રાસલીલા કરે છે.
➤આ દિવસે ભગવાન શિવની વિશેષ પૂજા કરવી જોઈએ. શિવલિંગ ઉપર ચાંદીના લોટાથી દૂધ ચઢાવો અને દીવો પ્રગટાવીને ऊँ नम: शिवाय મંત્રનો જાપ કરો. મંત્ર જાપ ઓછામાં ઓછા 108 વાર કરો. તેની માટે રુદ્રાક્ષની માળાનો ઉપયોગ કરવો જોઈએ.
➤જો તમે હનુમાનજીના ભક્ત હોવ તો શરદ પૂર્ણિમાના દિવસે તેમની મૂર્તિની સામે દીવો પ્રગટાવીને સુંદરકાંડ કે હનુમાન ચાલીસાનો પાઠ કરો. ભગવાનને સિંદૂર અને ચમેલીનું તેલ ચઢાવો.
➤કોઈ ગરીબ વ્યક્તિને કામળો અને ગરમ વસ્ત્રોનું દાન કરો. પોતાના સામર્થ્ય પ્રમાણે દાન કરો અને ભોજન કરાવો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..