શામળાજીના ગોઢકુલ્લા ગામે થયેલ હેન્ડગ્રેનેડ બ્લાસ્ટની તપાસ માટે લઈ ગયેલ બ્લાસ્ટમાં મૃત્યુ પામનાર રમેશ ફણુંજાના ભાઈ કાંતિ ફણુંજાએ ડુંગરના ઝાડ પર આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. પોલીસ દ્વારા તપાસ દરમિયાન તાલિબાની દમન ગુજાર્યો હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
ગત 28 ઓગસ્ટના રોજ શામળાજીના ગોઢકુલ્લા ગામે હેન્ડગ્રેનેડ બ્લાસ્ટમાં રમેશ ફણુંજાનું સ્થળ પર અને દીકદીનું સારવાર દરમિયાન મોત થયું હતું. સમગ્ર ચકચારી ઘટનાની તપાસ જિલ્લા પોલીસની જુદી-જુદી એજન્સી કરી રહી છે. એવામાં ત્રણ દિવસ પહેલા બ્લાસ્ટમા જીવ ગુમાવનાર મૃતકના ભાઈ કાંતિફણુંજાને પોલીસ તપાસ અર્થે મોડાસા લઈ ગઈ હતી. એજ દિવસે પૂછપરછ બાદ ઘરે આવ્યા પછી બીજા દિવસે ગામના ડુંગર પર ઝાડ સાથે લટકતી હાલતમાં મૃતદેહ મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી.
જોકે પોલીસ પૂછપરછ પત્યા પછી ઘરે આવેલા કાંતિ ફણુંજાએ પોતાની આપવીતી પોતાની માતાને જણાવી આક્ષેપ કર્યો હતો કે પોલીસ દ્વારા બ્લાસ્ટ બાબતે ખૂબ દમન ગુજારી ગુદા માર્ગે લાકડી ખોસવામાં આવી હતી. આવી તાલિબાની સજાની વાત સાંભળી મૃતકની માતા પણ હેબતાઇ ગઇ હતી.
જોકે મૃતકના ઘરે સામાજિક આગેવાનો અને ભિલોડા ધારાસભ્ય અનિલજોષીયરા પહોંચી ગયા હતા અને શામળાજી પીએમ કરાવ્યું હોવા છતાં પેનલ ડોક્ટરની ટીમ દ્વારા ફોરેન્સિક પીએમની માગ કરતા મૃતદેહને અમદાવાદ પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..