યુક્રેન-રશિયા વચ્ચેની તંગદીલીના કારણે ગુજરાતના વિદ્યાર્થીઓ ફસાયા છે. આ તબક્કે રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે માગણી કરી છે કે, ગુજરાત સહિત દેશના વિદ્યાર્થીઓ યુક્રેનથી પરત આવવા માગે છે, પરંતુ ફ્લાઈટના ભાવ આસમાને છે. એરલાઈન્સ કંપનીઓએ લૂંટ ચલાવી છે એટલે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. બીજા દેશો પોતાના નાગરિકોને વિના મૂલ્યે પરત લાવે છે, તો આપણે કેમ લાવી શકતાં નથી?
ભૂતકાળમાં સરકારોએ એર ઈન્ડિયાને કેન્દ્ર સરકાર હસ્તક રાખી હતી. જેથી તકલીફના સમયમાં દેશના નાગરિકોને વિના મૂલ્યે પરત લાવી શકાય, પરંતુ સરકારે હવે એર ઈન્ડિયાને જ વેચી મારી છે. એકંદરે કેન્દ્ર સરકાર વિદેશ નીતિના મામલે પણ નિષ્ફળ સાબિત થઈ છે.
રાજ્યસભા સાંસદે જણાવ્યું હતું કે, યુક્રેનમાં એરલાઈન્સ કંપનીઓ ફ્લાઈટના ભાડામાં લૂંટ ના ચલાવે તેવી વ્યવસ્થા તાત્કાલિક કરવી જોઈએ અને વિદ્યાર્થીઓને પરત લાવવા જોઈએ.
વિદેશ નીતિની વાત કરતાં કોંગ્રેસ નેતાએ કહ્યું કે, અરૂણાચલ પ્રદેશના ભાજપના જ પ્રદેશ પ્રમુખે સ્પષ્ટ કહ્યું કે, ચીને ભારતની ધરતી પર પગપેસારો કર્યો છે. ભારતના નાગરિકોને ઉઠાવી જાય છે, છતાં કેન્દ્ર સરકાર સબ સલામતના ગાણાં ગાય છે, 20 જવાનોને શહીદ કર્યા છે.
વર્ષો સુધી નેપાળ સાથે સારાં સંબંધો રહ્યા હતા, બાંગ્લાદેશ ઉત્તમ મિત્ર રહ્યું હતું આજે ક્યાં છે એ સંબંધો? કેન્દ્ર સરકારે યુક્રેન મામલે તાકીદે સવલત કરવી જોઈએ, તેવી માગણી રાજ્યસભા સાંસદે દોહરાવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..