ગુજરાત સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી અને પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પર લગ્નની લાલચ આપીને ભાજપની મહિલા કાર્યકર્તા પર દુષ્કર્મનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ મામલે કોર્ટમાંથી ફરિયાદ પાછી ખેંચવા માટે મંત્રી સતત દબાણ કરતાં અને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં કંટાળેયી મહિલાએ ઝેરી દવા પી (All Out)ને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ મામલે
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ભાજપના મહિલા નેતાને વર્ષ 2020માં હાલના રાજ્યકક્ષાના મંત્રી અને પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે પ્રેમજાળમાં ફસાવી હતી. ગજેન્દ્રસિંહે મહિલાને ધારાસભ્ય કવાર્ટસ ખાતે બોલાવીને કહ્યું કે, મને મારી પત્ની શારીરિક સુખ આપી શકતી નથી. જેથી તુ મારી સાથે સંબંધ બાંધે તો હું તને મારી પત્ની તરીકે સ્વીકારી લેવા તૈયાર છુ.
આમ ગજેન્દ્રસિંહે અવાર નવાર MLA ક્વાટર ખાતે મહિલાને બોલાવીને લોભામણી લાલચો આપીને દુષ્કર્મ આચર્યું હતુ.
ગજેન્દ્રસિંહે એક દિવસ મહિલાને ફોન કરીને કહ્યું કે, હું ઠાકોર દરબાર સમાજનો આગળ પડતો આગેવાન છું. હું ધારાસભ્ય છું અને તું દલિત છે એટલે તને અપનાવી શકુ નહીં. જે બાદમાં બન્ને વચ્ચે બોલાચાલી થતાં ધારાસભ્યે કહ્યુ કે, તારા જેવી કેટલીયે છોકરીઓને અમે ઉપયોગ કરતા હોઇએ છીએ. હવે તારે આપણા સંબંધની વાત ભૂલી જવી જોઇએ.
આખરે મહિલાએ ગાંધીનગર સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં ગજેન્દ્રસિંહ વિરૂદ્ધ દુષ્કર્મની લેખિત અરજી આપી હતી. જો કે પોલીસે કોઇ કાર્યવાહી કરી ન હતી. જેથી મહિલાએ સીબીઆઇને પત્ર લખી અને હાઇકોર્ટમાં પિટીશન કરીને ન્યાય માટે માંગણી કરી હતી. જેના પગલે ગજેન્દ્રસિંહ પરમાર ફોન તેમજ રૂબરૂ મળીને કોર્ટમાંથી અરજી પાછી ખેંચવા મહિલાને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા હતા. જેના કારણે કંટાળેલી પીડિતાએ દવા પીને આપઘાતનો પ્રયાસ કરતા તેને તાત્કાલીક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
હાલ તો આ સમગ્ર મામલે ચાંદખેડા પોલીસે આપઘાતનો પ્રયાસ કરનાર ભાજપની મહિલા કાર્યકર્તાનું નિવેદન નોંધીને મંત્રી ગજેન્દ્રસિંહ સામે કાર્યવાહી હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..