સુરતમાં મહિધરપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા એક ગેસ્ટ હાઉસમા ગેરકાયદે ચાલતા કુટણખાના પર AHTU ટીમ અને ક્રાઈમ બ્રાંચ ટીમે રેડ પાડી 4 મહિલા, ગ્રાહકો અને સંચાલક સહિત કુલ 7ને ઝડપી પાડ્યા હતા. પોલીસે રોકડ રૂપિયા સહિત 49 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને સમગ્ર મામલે આગળની કાર્યવાહી ધરી છે.
બનાવની વિગતો એવી છે કે સુરત ક્રાઈમ બ્રાન્ચના એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટે રેલવે સ્ટેશન વિસ્તારમાં આદર્શ ગેસ્ટ હાઉસમાં (Adarsh Guest House Mahidharpura) ધમધમતું કુટણખાનું ઝડપી પાડી ત્યાંથી ચાર લલનાઓને મુક્ત કરાવી હતી. એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટે ગેસ્ટ હાઉસના માલિક, દલાલ, મેનેજર અને બે ગ્રાહકની ધરપકડ કરી રોકડા રૂ.10,450 અને મોબાઈલ ફોન મળી કુલ રૂ.42,950નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટને ગેસ્ટ હાઉસના એક રૂમમાંથી કોલકત્તા અને પ.બંગાળની ચાર લલનાઓ મળતા તેને મુક્ત કરાવી
ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી હકીકતના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચના એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટે રેલવે સ્ટેશન વિસ્તારમાં ગુડ્ઝ યાર્ડ નજીક લંબે હનુમાન ગરનાળા તરફના સબરસ હોટલ પાસે આવેલા આદર્શ ગેસ્ટ હાઉસમાં રેઈડ કરી હતી.
એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટને ગેસ્ટ હાઉસના એક રૂમમાંથી કોલકત્તા અને પ.બંગાળની ચાર લલનાઓ મળતા તેને મુક્ત કરાવી ગેસ્ટ હાઉસના માલિક સંજયભાઈ જમીયતભાઈ તમાકુવાલા ઉપરાંત એક દલાલ, ગેસ્ટ હાઉસના મેનેજર અને ત્યાં શરીર સુખ માણવા આવેલા બે ગ્રાહક મળી કુલ પાંચની ધરપકડ કરી હતી.
માલિક સંજયભાઇએ દલાલ મારફતે ચાર લલનાઓ રાખી હતી
એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટે રોકડા રૂ.10,450 અને મોબાઈલ ફોન મળી કુલ રૂ.42,950 નો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો. તેમની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે ગેસ્ટ હાઉસના માલિક સંજયભાઇએ દલાલ મારફતે ચાર લલનાઓને બોલાવી રાખી હતી .દલાલો પાસેથી 4 મહિલાઓને દેહવેપાર માટે હોટલમાં બોલાવી રાખી ગ્રાહકોને શરીર સુખ માણવા માટેની સવલતો પુરી પાડવામાં આવતી હતી.
ગ્રાહક દીઠ વસુલતા હતા રૂપિયા 1,000
તપાસ દરમિયાન બહાર આવ્યું કે અને તેમને ગેસ્ટ હાઉસના એક રૂમમાં રાખતા હતા. તે માટે તેઓ રૂ.1,000 વસુલતા હતા ગેસ્ટ હાઉસમાં કૂટણખાનું ચલાવી દલાલોના માધ્યમથી ગેરકાયદે પ્રવૃત્તિ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..