પાલનપુર તાલુકાના કુંભલમેર ગામની ખેડૂતની દિકરીએ પોતાની પુત્રીને દેશ સેવા કરવા માટે લશ્કરમાં જોડાવવાની પ્રેરણા આપી હતી. જેથી પુત્રીએ પિતાની ઇચ્છાને પુરી કરવા કઠિન મહેનત કરીને આર્મીની લેખિત તેમજ પ્રેકટિકલ પરીક્ષા પાસ કરીને પિતાની ઇચ્છા પુરી કરી છે.
પાલનપુર તાલુકાના કુંભલમેરમાં રહેતાં ખેડૂત મોતીભાઈ પાળજા(પટેલ) કે જેઓએ પોતાની પુત્રીને દેશ સેવા કરવાં માટે લશ્કરમાં જોડાવવાની પ્રેરણા આપી હતી. જ્યાં તેમની પુત્રી સેજલ પટેલે પિતાની ઇચ્છા અને ધ્યેય અને પોતાને પણ લશ્કરમાં જઇને સમાજ અને દેશ સેવા કરવા કઠિન મહેનત કરીને આર્મીની લેખિત પરીક્ષા 19 ફેબ્રુઆરી-2019એ અમદાવાદ ખાતે સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્ષ ટી.જી.વી. હોટલની બાજુમાં આપી હતી. જ્યાં પાસ થતાં બુધવારે ગાંધીનગર બી.એસ.એફ.ના હેડક્વાર્ટર ખાતે પ્રેક્ટિકલ કસોટી પાસ કરી છે. હવે તેનું મેડિકલ થયાં બાદ તેને ટ્રેનિંગ માટે મોકલવામાં આવશે.
આ અંગે સેજલ પટેલએ જણાવ્યું હતું કે ‘હું જી.ડી.મોદી કોલેજમાં એસ.વાય.બી.નો અભ્યાસ કરું છું. હું 12માં ધોરણમાં અભ્યાસ કરતી હતી. ત્યારથી જ મને લશ્કરમાં જોડાવવાની પ્રેરણા મારા માતા-પિતા તરફથી મળી છે. પિતાની પ્રેરણાથી ઈચ્છા અને ધ્યેય મજબૂત કરીને મેં પ્રેક્ટિસ ચાલું કરી રોજ સવારે છ કલાકની પ્રેક્ટિસ અને બે કલાક લાઇબ્રેરીમાં જઇને વાંચન કરતી તેમજ પરિવાર ખેડૂત હોવાથી ઘરે જઇને પશુઓને ઘાસચારો નાખવો, પશુઓને પાણી પાવું તેમજ અન્ય ખેતરનાં કામ કરતી તેમજ પિતાનાં દ્દઢ મનોબળ અને મારી મહેનત થકી મેં આર્મીની લેખિત તેમજ પ્રેક્ટિકલ પરીક્ષા પાસ કરીને પિતાનું સ્વપ્ન પૂર્ણ કર્યું છે.
સામાન્ય રીતે છોકરીને અમારા સમાજમાં લશ્કરમાં મુકવી તેને લઇને મુંજવણ હોય છે. લોકો વિચારે કે કેવી ટ્રેનિંગ હશે, કેવો માહોલ હશે, પરંતુ લોકોએ આગળ આવીને લશ્કરમાં મારી જેમ જોડાવું જોઈએ. મારા માતા-પિતાએ ભાઇ-બહેનમાં કોઈ ફર્ક રાખ્યો નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..