સીઝનમાં શાકભાજીની આવક વધારે હોય છે, પરિણામે ખેડૂતોને ભાવ નથી મળતા. દિનપ્રતિદિન વધી રહેલી ટેક્નોલોજીનો ઉપયોગ કરી ખેડૂતો હવે વિપરીત સીઝનમાં પણ શાકભાજીનું ઉત્પાદન લેતા થયા છે. આ માટે તેઓને મોટા પ્રમાણમાં પેસ્ટીસાઇડનો ઉપયોગ કરવો પડે છે. પરિણામે જનઆરોગ્ય પર ખતરો ઉભો થયો છે. પેસ્ટીસાઇડવાળા શાકભાજીનાં સેવનથી લાંબા ગાળે લોહીનાં કેન્સરથી લઇને અનેક બીમારીઓ થવાની પૂરી શક્યતા છે.
વધુ ભાવ મેળવવા માટે સીઝનથી વિપરીત થઇ રહ્યું છે શાકભાજીનું વાવેતર
સીઝન મુજબ શાકભાજીનાં વાવેતરથી ખેડૂતોને ભાવ નથી મળતા. માટે બારે માસ શાકભાજી ઉગાડી રહ્યાં છે. આ શાકભાજી જનઆરોગ્ય માટે જોખમી બનવાની પૂરી શક્યતા છે. ગીર સોમનાથ જિલ્લામા શાકભાજી નું વાવેતર 1919 હેકટરમાં કરવામાં આવે છે. તેમાં રોજનું 10 ટન શાકભાજી નું ઉત્પાદન થાય છે અને રોજનું 5 ટન વેચાણ જેટલું થાય છે. 5 ટન જેટલું રોજ બહારના જિલ્લા મા જઇ રહ્યું છે.
ગ્રીન હાઉસમાં શાકભાજી ઉગાડવાનાં ફાયદા
– શાકભાજીની જાતોને ગ્રીન હાઉસમાં ઉગાડી વધારે કિંમત મેળવી શકાય છે.
– ઓફ સીઝનમાં શાકભાજીનાં પાકો લઇ શકાય છે.
– ઉત્પાદન ગુણવત્તાસભર, રોગ-જીવાત મુક્ત હોય.
– બહારનાં વાતાવરણ કરતાં ઉત્પાદન ઘણું જ વધારે મળે છે.
– ગ્રીન હાઉસમાં વર્ષ દરમિયાન અેક કરતાં વધારે પાકો લઇ શકાય છે.
– રોગ, જીવાત, નિંદામણ વગેરેનું સહેલાઇથી નિયંત્રણ કરી શકાય છે.
ગ્રીન હાઉસમાં શાકભાજી ઉગાડવાનાં ગેરફાયદા
– ગ્રીન હાઉસ વધારે પડતું ખર્ચાળ છે.
– ખેતી કરવા માટે ખેડૂતોએ ગ્રીન હાઉસની તાલીમ મેળવવી પડે છે.
– ગ્રીન હાઉસમાં ઉગાડેલ પાકોની વધારે પડતી કાળજી લેવી પડે છે.
– અમુક પાકોમાં પરાગનયનની પ્રક્રિયામાં તકલીફ પડે છે.
સિઝન વગરનાં શાકભાજી બારેમાસ બજારમાં આવી રહ્યા છે અને તે હાઇબીટ તેમજ દવાઓ અને ખાતરો નાંખી ઉગાડાઈ રહ્યાં છે. ખેડુતો ઓગનિક ખેતી કરતા નથી કેમ કે ભાવ ઓછા મળે છે. – પ્રકાશ ગઢીયા, એગ્રો સંચાલક
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.