મહેસાણા: કડી તાલુકાના કુંડાળ ગામના ખેડૂતોએ 6 વર્ષ અગાઉ ગાંધીનગરમાં યોજાયેલા કૃષિ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. જેમાં મોંઘી મશીનરી જોઇ નિરાશ થવાની જગ્યાએ તેના ફોટો પાડી તેની ટેકનિક બરાબર સમજી ઘરઆંગણે ત્રીજા ભાગના ખર્ચમાં ભંગાર સામગ્રીમાંથી નવી મશીનરી બનાવી રોજબરોજની ખેતીને લગતી કામગીરી સાવ સરળ બનાવી દીધી છે. કૃષિ પ્રદર્શનમાં ખેડૂતોને આંતરખેડનું મશીન પસંદ આવ્યું હતું. પરંતુ તે સમયે આ મશીનની કિંમત રૂ.50 હજારની આસપાસ હતી. જોકે, દિનેશભાઇ પટેલે મશીનની ખરીદી કરવાને બદલે તેના ફોટા પાડી બનાવટને સમજી હતી.
ઘેર આવી દિનેશભાઇએ અન્ય ખેડૂતો સાથે મળી ભંગારમાંથી રિક્ષાનું એન્જિન સાથે જરૂરી સાધન-સામગ્રી ખરીદી. તેમજ ફોટોગ્રાફને આધારે માત્ર રૂ.18 હજારમાં આંતરખેડ મશીન બનાવી દીધું. આ આંતરખેડ મશીન 500 ગ્રામ ડિઝલમાં 1 વીઘા જમીનમાં કામગીરી આપી શકે છે. આ સાથે ખેતરમાં માત્ર આંતરખેડ જ નહીં પરંતુ 1 ટન સુધીનું વજન આસાનીથી લઇ જઇ શકે છે. જોકે, પ્રદર્શનમાં મુકેલું આંતરખેડનું મશીન હાથેથી ચલાવી શકાય તેવું હતું, પરંતુ આ ખેડૂતગૃપે ખેડૂત જાતે તેની પર બેસી ખેડ કરી શકે તેવું આંતરખેડ મશીન બનાવ્યું છે.
10 સભ્યોનું ખોડિયાર ગૃપ બનાવ્યું
10 ખેડૂત મિત્રોનું ખોડિયાર ગૃપ બનાવી 18 હજારની કિંમતમાં આંતરખેડ અને 300ની કિંમતમાં હાથથી ચલાવી શકાય તેવી રોપણી બનાવી છે. આ બંને મશીનનો ઉપયોગ ગૃપના તમામ સભ્યો કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 150 ખેડૂતોને બંને મશીનરીનો ડેમો અપાયો છે- દિનેશભાઇ પટેલ, અગ્રણી, ખોડિયાર ગૃપ.
સાભાર- દિવ્યભાસ્કર
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
આવીજ અન્ય માહિતી વાંચવા નીચેની લિંક પર ક્લીક કરો
– વર્ષોથી જેમને ગામનુ પાદર જોયુ નથી તેવા વડીલોને સ્વખર્ચે જાત્રા કરાવશે આ પટેલ યુવાન
– માત્ર બે રૂપિયામાં આપે છે સ્વાદિષ્ટ ભોજન, ઘરે પહોંચાડે છે ટીફીન
– લગ્ન પછી ઘરના ઝગડા અટકાવવા આટલું જરૂર વાંચો… સમજુ પતિ-પત્ની અને સાસુ-સસરા માટે…
– સવારે ઊઠવાથી લઈને સૂવા સુધી અપનાવો આ 9 નિયમો, ક્યારેય નહીં પડો બીમાર
– દરેક યાત્રીને ખ્યાલ હોવા જોઈએ રેલવેના આ નિયમ, આવા છે રેલવેના 4 નિયમો
– માથાથી લઈ પગની પાની સુધી હેલ્ધી રાખશે કડવો લીમડો, જાણો તેના 22 પ્રયોગ