સુરતમાં નો પાર્કિંગમાં પડેલી PSIની ‘સ્કોર્પિયો’ને જોઈ જાગૃત નાગરિકે પોલીસ બોલાવતા 1500નો મેમો ફાડ્યો, ગાડી પર ડાર્ક ફિલ્મ લગાડેલી હતી, વીમો અને PUC એક્સપાયર થઈ ગયા હોવાનો દાવો

સુરત પોલીસ નાગરિકોને ટ્રાફિકના કાયદાનો ડંડો બતાવી નાની સરખી ભૂલ માટે પણ મેમો ફાડતી હોય છે. જોકે, ઘણા પોલીસકર્મીઓ જાણે પોતાને કોઈ કાયદો લાગુ ના પડતો હોય તેમ સરેઆમ તેનો ભંગ કરતા હોય છે. વળી, આવા પોલીસકર્મીઓ કે અધિકારીઓ વિરુદ્ધ ભાગ્યે જ કોઈ કાર્યવાહી થતી હોય છે. જોકે, સુરતમાં બનેલી એક ઘટનામાં રોંગ સાઈડમાં નો પાર્કિંગમાં પાર્ક કરેલી એક PSIની કહેવાતી સ્કોર્પિયોને ટ્રાફિક પોલીસે ટૉ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સુરતના એડવોકેટ મેહુલ બોઘરા દ્વારા સરથાણા પોલીસ સ્ટેશનની સામે નો પાર્કિંગમાં પડેલી એક સ્કોર્પિયો ગાડીનો વિડીયો બનાવવામાં આવ્યો હતો. આ ગાડીના કાચ પર નિયમ વિરુદ્ધ ડાર્ક ફિલ્મ લગાડવામાં આવી હતી. એટલું જ નહીં, તેમાં પોલીસ લખેલું એક પાટીયું પણ મૂકવામાં આવ્યું હતું. વિડીયો બનાવનારાનો દાવો છે કે આ ગાડી સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ જેબલિયાની છે. આ કારનું PUC પણ એક્સપાયર થઈ ગયું હોવાનું તેમણે પોતાના વિડીયોમાં જણાવ્યું હતું.

ગાડી નો પાર્કિંગમાં પડેલી હોવા ઉપરાંત તેમાં બીજા પણ કેટલાક નિયમોનો ભંગ થયો હોવાથી મેહુલ બોઘરાએ ટ્રાફિક હેલ્પલાઈન પર ફોન કરીને આ મામલે ફરિયાદ કરી હતી. ત્યારબાદ ટ્રાફિક વિભાગની ટોઈંગ વાન ઘટનાસ્થળે આવી પહોંચી હતી. વિડીયોમાં જોઈ શકાય છે કે, ટ્રાફિક પોલીસના કર્મચારી પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ જેબલિયાને બોલાવવા જાય છે. જોકે, તેઓ બહાર નથી આવતા.

આખરે આ ગાડીને ટો કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સમયે આસપાસના લોકો પણ ભેગા થઈ ગયા હતા, અને પીએસઆઈની બ્લેક સ્કોર્પિયો ચર્ચાનો વિષય બની ગઈ હતી. ટ્રાફિક શાખાના એક અધિકારીના જણાવ્યા અનુસાર, ગાડી નો પાર્કિંગમાં પડેલી હતી તેમજ તેના પર ડાર્ક ફિલ્મ પણ લગાડેલી હોવાથી નિયમ અનુસાર, તેને ટૉ કરીને 1500 રુપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો