ખાનગી શાળા સંચાલકોથી ડરે છે સરકાર! શિક્ષણ વિભાગ ધારે તો, શાળા સંચાલકોએ FRCમાં આપેલા ઓડિટ રિપોર્ટ કાઢી ‘ઉઘાડા પાડી’ ફી ઘટાડો કરાવી શકે

ખાનગી શાળા સંચાલકોથી ડરે છે સરકાર! શિક્ષણ વિભાગ ધારે તો, શાળા સંચાલકોએ FRCમાં આપેલા ઓડિટ રિપોર્ટ કાઢી ‘ઉઘાડા પાડી’ ફી ઘટાડો કરાવી શકે

કોરોના કાળથી શાળા-કોલેજો સહિતની શિક્ષણ સંસ્થાઓ બંધ છે અને આ સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓની ફી વિશે વિવાદ ચાલી રહ્યો છે. હાઈકોર્ટે ટ્યૂશન સિવાયની ફી ન લઇ શકાય તેવું સ્પષ્ટ કરી સરકાર શાળા-સંચાલકોને સર્વસંમત માર્ગ નક્કી કરવા જણાવ્યા પછી પણ તેનો કોઇ ઉકેલ ન આવતા શિક્ષણ વિભાગે હાઈકોર્ટ પર છોડી દીધું હતું, તે જોતા એવું લાગે છેકે શાળા સંચાલકો સરકારને પણ ગાંઠતા નથી અને સરકાર પણ સંચાલકો સામે બિચારી બની ગઇ હોય તેમ લાગે છે.

ફી માફી માટે સ્લેબ નક્કી કરવામાં આવે તેવી શક્યતા

રાજય સરકારે 15 થી 25 ટકા ફી ઘટાડવા સૂચવ્યું હતું. પરંતુ શાળા સંચાલકો માન્યા ન હતા. જયારે રાજય સરકાર હવે હાઈકોર્ટ પહોંચી છે. ફી ઘટાડવા કે સમાધાન કરવા શાળા સંચાલકો તૈયાર થતા ન હોવાની રજુઆત કરી હતી ત્યારે હાઈકોર્ટે ફી મુદ્દે વલણ સ્પષ્ટ કરવા શિક્ષણ વિભાગ અને શાળા સંચાલકોને આદેશ કર્યો છે, તેમજ સંચાલકો અને શિક્ષણ વિભાગ સાથે બેસી ઉકેલ લાવવા હાઇકોર્ટે કહ્યું હતું, પરંતુ ફી ઘટાડાના મામલે સરકાર 25 ટકા સમાન ફી માફીના પક્ષમાં છે, જે સંચાલકો માનવા તૈયાર નથી ત્યારે ફી માફી માટે પણ સ્લેબ નક્કી કરવામાં આવે તેવી શક્યતા છે. જે સ્કૂલોની ફી 50 હજારથી ઉપર છે ત્યાં 15 ટકા ફી માફી અને 50 હજારથી નીચેની ફી હોય તેવી સ્કૂલોમાં 25 ટકા ફી માફી પણ આપી શકે છે.

હાઈકોર્ટે સરકારનો ફી માફીનો ઠરાવ રદ કર્યો હતો

કોરોનાને સ્કૂલો પાંચ મહિના કરતા વધુ સમયથી બંધ છે અને હજુ પણ દિવાળી સુધી રેગ્યુલર ચાલુ થાય તેમ નથી ત્યારે એક સત્રની ફી માફી કરવા માટે રાજ્યભરના વાલીઓમાં અને વાલી મંડળોમાં ઉગ્ર માંગ ઉઠી છે. સરકારે સ્કૂલો ન ખુલે ત્યાં સુધી સંપૂર્ણ ફી માફી આપી સ્કૂલોને ફી ન લેવા આદેશ કર્યા બાદ સંચાલકો હાઈકોર્ટમાં જતા હાઈકોર્ટે સરકારનો ફી માફીનો ઠરાવ રદ કર્યો હતો. ઉપરાંત સરકારને સંચાલકો સાથે મીટિંગ કરી મુદ્દે નિર્ણય લેવા આદેશ કર્યો હતો. સરકારે સંચાલક મંડળો સાથે મીટિંગ પણ કરી હતી અને 25 ટકા સુધી ફી માફી આપવાની દરખાસ્ત મુકી હતી પરંતુ સંચાલકો ખાસ કરીને મોટી ખાનગી સ્કૂલોના સંચાલકો 25 ટકા ફી માફી માટે તૈયાર નથી.

સરકારે ફી મુદ્દે હાઈકોર્ટને દિશા-નિર્દેશ આપવા માંગણી કરી

આમ સરકાર અને સંચાલકો વચ્ચે સહમતી ન સધાતા ફરી એકવાર મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે અને સરકારે ફી મુદ્દે હાઈકોર્ટને દિશા-નિર્દેશ આપવા માંગણી કરી છે. મહત્વનું છે કે ફી જેવા સામાન્ય મામલે પણ સરકારને હાઈકોર્ટની શરણ લેવી પડે છે.દરેક મુદ્દે સરકાર હાઈકોર્ટમાં જ પહોંચી જાય છે.વાલીઓમાં ફરિયાદ ઉઠી છે કે સરકાર અને શિક્ષણમંત્રીની સંચાલકો પર પકડ ઘટી છે.

કેટલી ફી લઈ શકાય તે તો સરકારે જ નક્કી કરવું પડે

વાલીઓની એવી પણ ફરિયાદ છે કે સરકાર પાસે પોતાની જ ફી રેગ્યુલેશન કમિટી છે અને ફી કમિટી પાસે રાજ્યની તમામ સ્કૂલોના ઓડિટેડ હિસાબો, શિક્ષકો-સ્ટાફના દર વર્ષના વાર્ષિક પગાર ખર્ચ અને અન્ય ખર્ચા સંચાલકો સ્ટાફને પગાર આપવા દલીલ સાથે ફી માફી આપવા તૈયાર નથી તો ફી કમિટી પાસેના પગાર ખર્ચના રેકોર્ડ પરથી એ તો નક્કી થઈ શકે કે કઈ સ્કૂલનો કેટલા પગાર ખર્ચ છે અને ખરેખર કેટલો ખર્ચ સ્કૂલો પગાર પાછળ કરે છે. સરકાર દ્વારા અગાઉ માત્ર વાહવાહી લેવા ખાતર સંપૂર્ણ ફી માફી આપી દેવાઈ, પરંતુ તે શક્ય જ નથી કારણકે સ્કૂલોને પગાર ખર્ચ માટે ફી તો જોઈએ પરંતુ કેટલી ફી લઈ શકાય તે તો સરકારે જ નક્કી કરવુ પડે અને એક ચોક્કસ ગાઈડલાઈન તૈયાર કરવી પડે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો