ઊંઝાના ગંગાપુરા રોડ પર આવેલી એક ક્લિનિંગ ફેક્ટરીમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમે પાડેલા દરોડામાં બનાવટી જીરૂ બનાવી રહેલા ફેક્ટરી સંચાલક પટેલ બિનેશ રમેશભાઈનને રંગેહાથ પકડાયો હતો. વરિયાળીનું ભૂસુ, ક્રીમ કલરના પાવડર અને ગોળની રસીનું મિશ્રણ કરી તડકામાં સૂકવી જીરુ આકાર અને કલર જેવું બનાવટી જીરૂ બનાવાતું હોવાનું ધ્યાને આવતાં તંત્રએ સ્થળ પરથી રૂ.84,800નો 3200 કિલો જથ્થો જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.
ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમે ઊંઝાના ગંગાપુરા રોડ સ્થિત ક્લિનિંગ ફેક્ટરીમાં દરોડો પાડ્યો ત્યારે ફેક્ટરી સંચાલક વરિયાળીનું ભૂસુ, ક્રીમ કલરનો પાવડર અને ગોળની રસી મીક્ષ કરી તડકામાં સુકવી બનાવટી જીરુ બનાવી રહ્યો હોવાનું ધ્યાને આવ્યું હતું. આથી સ્થળ પરથી રૂ. 84,800નો 3200 કિલો જથ્થો જપ્ત કરી બનાવટી જીરુ બનાવવા માટે વપરાતા રો-મટિરિયલના 4 નમૂના જરૂરી પૃથ્થકરણ માટે પ્રયોગશાળામાં મોકલી આપ્યા હતા. આ દરોડા કાર્યવાહીથી બનાવટી જીરૂ બનાવતા તત્વોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.
ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મુખ્ય કચેરી તથા મહેસાણા કચેરીના અધિકારીઓએ સ્થળ પરથી ઊંઝાના પટેલ બિનેશ રમેશભાઈને બનાવટી જીરું બનાવવાની કામગીરી કરતાં પકડી લીધો હતો. ટીમે સ્થળ પરથી જપ્ત કરેલ જથ્થામાં ગોળની રસીનો આશરે 200 લિટરનો જથ્થો પેરીસેબલ હોઇ તેનો સ્થળ પર નાશ કરાયો હોવાનું ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડૉ. એચ.જી કોશિયાએ જણાવ્યું છે. ઉલ્લેખનિય છે કે, ઊંઝામાં અગાઉ પણ નકલી જીરૂ બનાવવાનું કૌભાંડ ઝડપાઇ ચૂક્યાં છે.
વરિયાળીનું ભૂસુ, ક્રીમ કલરનો પાવડર અને ગોળની રસીને મિક્ષ કરી તડકામાં સુકવી જીરુના આકાર અને કલર જેવુ બનાવટી જીરુ બનાવાઇ રહ્યું હતું. આથી ટીમે સ્થળ પરથી રૂ.87,800ની કિંમતનો 3200 કિલોનો જથ્થો જપ્ત કરી નમૂના પરીક્ષણ માટે મોકલી અપાયા છે.- ડૉ. એચ.જી કોશિયા, કમિશનર ખોરાક અને ઔષધ નિયમન વિભાગ
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..