પુલવામા હુમલામાં શહીદ થયેલા 23 જવાનોની લોન SBIએ માફ કરી

હાલમાં જ થયેલા પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોની મદદ માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આગળ આવી છે. SBIએ જાણકારી આપતા કહ્યું હતું કે, હુમલામાં શહીદ થયેલા જવાનોમાંથી 23 જવાનોએ બેંકમાંથી લોન લીધી હતી, જેને બેંકે માફ કરવાનો નિર્ણય લીધો છે. આ સિવાય બેંકે એવું પણ કહ્યું છે કે, તેઓ ટૂંક સમયમાં શહીદોના પરિજનોને વીમા રાશિ પૂરી પાડશે.

બેંકે વધુમાં કહ્યું હતું કે, CRPFના જવાનો SBI ડિફેન્સ સેલેરી પેકેજ અંતર્ગત 30 લાખ રૂપિયા સુધીનો વીમો હોય છે, જેની રકમ બેંક ટૂંક સમયમાં રીલિઝ કરશે. બેંકે આ ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. બેંકના આ નિર્ણયથી લોકોએ બેંકના સોશિયલ મીડિયા પર વખાણ કર્યા હતા.

આ સિવાય બેંકે ભારતના વીર વેબસાઇટ મારફતે લોકોને જવાનોની મદદ કરવા માટે પણ અપીલ કરી છે. બેંકે આના માટે UPI સપોર્ટ જાહેર કર્યો છે, જેની મદદથી તમે UPI કોડ સ્કેન કરીને શહીદોને આર્થિક મદદ કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો