દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં (SBI), નાણાકીય વર્ષની શરૂઆતના નવ મહિના (એપ્રિલ-ડિસેમ્બર 2018) દરમિયાન કુલ રૂ. 7,951.29 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસ સામે આવ્યા છે. બેન્કે જ આ જાણકારી આપી છે. એસબીઆઇ તેના ગ્રાહકોને આવી છેતરપિંડીથી બચાવવા માટે ઘણા પગલાં લઈ રહી છે. બેન્કે મેજસ્ટ્રેપ કાર્ડ સાથે ઈએમવી કાર્ડને રિપેલ્સ કરી ચૂક્યું છે. એસબીઆઈએ ડેલી વિધડ્રોલ લિમિટ 40 હજારથી ઘટાડીને 20 હજાર રૂપિયા કરી દીધી છે. આ સાથે, બેન્કે એક ગાઈડલાઈન જાહેર કરી છે. છેતરપિંડીથી બચવા માટે દરેક ગ્રાહકે ચોક્કસથી તેને ફોલો કરવી જોઈએ. તમારા ફેમિલી મેમ્બર્સ અને મિત્રોને આવી છેતરપિંડીથી બચાવવા તેમની સાથે આ માહિતી અચૂક શેર કરજો..
શું છે એસબીઆઈની ગાઈડલાઈન
1. તમારા એસબીઆઈના કાર્ડને કોઈની સાથે શેર ન કરો. ફેમિલી મેમ્બર્સ, કંપનીના રિપ્રેન્ઝેન્ટેટિવ અથવા મિત્રોની સાથે પણ કાર્ડ શેર કરવો નહીં.
2. જ્યારે પણ એટીએમમાંથી પૈસા ઉપાડવા હોય ત્યારે પબ્લિક પ્લેસનો જ ઉપયોગ કરો. જેમ કે શોપિંગ મોલ્સ, મૂવી, થિયેટર વગેરે. એટીએમનો ઉપયોગ કરતી વખતે કીપેડને હાથથી કવર કરી લો.
3. જો ચૂકવણી માટે તમે કોઈને કાર્ડ આપ્યું હોય તો સંપૂર્ણ પ્રક્રિયા દરમિયાન કાર્ડ પર નજર રાખો. ઘણી બધી પીઓએસ. મશીનોમાં સ્કીમર લાગેલા હોવાના કિસ્સા પણ સામે આવી રહ્યા છે. જેથી ખાતરી કરી લેવી કે કાર્ડ સાથે કોઈ પ્રકારની છેડછાડ તો નથી થઈ રહી ને.
4 છેતરપિંડી કરનારાઓ ઘણી વખતે પોતાને બેન્કના પ્રતિનિધિ બતાવીને વિગતો લેવાનો પ્રયત્ન કરે છે. ખાતાને અપડેટ કરવાના નામે પણ છેતરવાના પ્રયાસ થાય છે. આવી પરિસ્થિતિમાં કોઈની વાતોમાં આવવું નહીં કેમ કે બેન્ક ક્યારેય કોઈ પણ કસ્ટમરની અંગત વિગતો માંગતી નથી.
5. ક્યારેય પણ તમારો પિન, ઓટીપી, સીવીવી, નેટ બેકિંગ યુઝર આઈડી અને પાસવર્ડ કોઈની સાથે શેર ન કરો.
જો તમારી સાથે છેતરપિંડી થાય તો શું કરવું
– તરત જ એસબીઆઈના કસ્ટમર કેર સેન્ટરમાં કોલ કરો અને તેની માહિતી આપો.
-એસબીઆઈના ઇમેલ એડ્રેસ પર customercare@sbicard.com તરત મેલ કરો.
-“Problem” લખીને આ નંબર પર 9212500888 મેસેજ કરો.
-એસબીઆઈના ટ્વીટર હેન્ડલ@SBICard_Connect પર પણ તેની માહિતી આપી શકો છો.
– તમારી આસપાસની બેન્કમાં જઈને અધિકારીને છેતરપિંડીની સમગ્ર માહિતી આપો. જો તમે તમારી હોમ બ્રાંચમાં જશો તો વધારે સારું રહેશે.