માતાની શિખામણથી આ પટેલ બન્યા કરોડોના માલિક

માતાનો પ્રેમ દરેક વ્યક્તિના જીવનમાં અમૂલ્ય હોય છે, માતાના આદર્શ અને તેના દ્વારા મળેલી સમજણને જીવનમાં ઉતારી સફળતા મળે તેમાં કોઈ બે મત નથી. વડાપ્રધાન મોદી સહિત અનેક બિઝનેસમેનો ઘણી વાર પોતાની માતાના આદર્શ અને ત્યાગ વિશેની વાત કરતા હોય છે. સુરતના ડાયમંડ કિંગ સવજી ધોળકિયા પણ આમાના એક છે.

નાનપણમાં મોટો અને પૈસાદાર માણસ બનવાના સપના જોતા સવજીભાઈને તેમની માતા ફુલીબાએ આપેલી શિખામણથી આજે તેઓ કરોડોના માલિક બન્યા છે. નાનપણમાં ભણતરથી બચી સુરત ગયેલા સવજીભાઈને પોતાના વતન પ્રત્યે આકર્ષણ હતું. તેથી તેઓ થોડા પૈસા કમાઈ ગામમાં આવી જતા, આવું ત્રણ વાર બનતા સવજીભાઈને તેમની માતાએ ટકોર કરતા ‘એક લાખ રૂપિયા કમાઈને ગામ આવજે’ એવું કહ્યું હતું. જો કે મોટી વ્યક્તિ બનવા માટે માતાએ આપેલા સંસ્કાર અને શિખના કારણે સવજીભાઈ આજે એક લાખ નહીં પણ કરોડોના ટર્નઓવર સુધી પહોંચ્યા છે. સવજીભાઈ ધોળકિયા પોતાની માતાની આ વાતને ઘણીવાર દોહરાવતા હોય છે.

નાનપણમાં માતાએ સમજાવ્યા જીવનના ગુણ

– અમરેલીના દુધાળા ગામે ખેડૂત પરિવારમાં જન્મેલા સવજી ધોળકિયાએ ધોરણ ચાર સુધીનો અભ્યાસ કર્યો.

– એક દિવસ સવજીભાઈને ફૂલીબાએ સમજાવ્યા, મોટા થાવ છો, ભણો અથવા કામ કરો.

– શાળાએ જવાથી બચવા તેઓ સુરત ભાગી જતા હતા. જોકે દુધાળા પ્રત્યે આકર્ષણ હોવાથી તેઓ પરત આવી જતા.

– સુરતમાં હીરા શીખી ગયેલા સવજીભાઈ થોડા પૈસા કમાઈ વતન આવી જતા, આવું ત્રણ વાર બન્યું.

– માતા ફૂલીબા ઈચ્છતા હતા કે તેમનો દિકરો પૈસાદારની સાથે સારો અને મોટો માણસ બને.

– સારી વ્યક્તિ કેવી રીતે બનાય તે માટે સવજીભાઈ એક સ્વામિનારાયણ સાધુ પાસે પણ પહોંચી ગયા હતા.

– સવજીભાઈએ એક વાતચીત દરમ્યાન કહ્યું હતું, મારી સફળતાના પાયામાં મારી બા હતા.

– મારા ગામ દુધાળાથી સુરત મુકવા માટે મારી બા જ આવ્યા હતા. તેમના સંસ્કારના કારણે જ હું લક્ષ્યાંક પાર પાડી શક્યો.

6 હજાર કરોડની માર્કેટ વેલ્યુ ધરાવે છે હરેકૃષ્ણ એક્સપોર્ટ

– સુરતમાં રત્ન કલાકાર તરીકે કામની શરૂઆત કરનાર સવજીભાઈની કંપની 6000 કરોડની માર્કેટ કેપ ધરાવે છે.

– સવજીભાઈની હરેકૃષ્ણ એક્સપોર્ટ સાથે 8000 જેટલા કર્મચારીઓ જોડાયેલા છે.

– 2005માં એચકે એક્સપોર્ટે લોન્ચ કરેલી Kisna જ્વેલરી બ્રાન્ડ દ્વારા આજે તેમનો બિઝનેસ અનેક દેશમાં ફેલાયેલો છે.

– આશરે 7000 જેટલા આઉટલેટ પર મળતી Kisna બ્રાન્ડ 563 પ્રકારની ડિઝાઈન તૈયાર કરે છે.

– શિક્ષણ, મેડિકલ, સ્વચ્છતા, રક્તદાન સહિત અનેક સેવાકીય કાર્યો સાથે હરેકૃષ્ણ સંકળાયેલી છે.

– કર્મચારીઓને દિવાળી બોનસમાં કાર, ફ્લેટ અને જ્વેલરીની ગિફ્ટ આપી સવજીભાઈ લાઈમલાઈટમાં આવ્યા હતા.

– હરેકૃષ્ણા એક્સપોર્ટ સેલ્ફ મેડ ડાયમંડ મેન્યુફેક્ટરર અને માર્કેટિયર તરીકે દેશની ટોપ ફાઈવ કંપનીઓમાં સ્થાન ધરાવે છે.

– આજે હરેકૃષ્ણ એક્સપોર્ટનો બિઝનેસ 50 કરતા વધારે દેશોમાં ફેલાયેલો છે.

1980માં શરૂ થયો સંઘર્ષ

– પિતા પાસેથી 3900 લઈ સવજીભાઈએ 1980માં સુરતના મહિધરપુરા લીમડાશેરી ખાતે બે હીરાની ઘંટી શરૂ કરી હતી.

– આમાંથી 25 હજારની કમાણી થતા 10 હજાર ઉછીના લઈ વરાછા રોડ પર 35 હજારમાં મકાન ખરીદ્યુ.

– મોટા ભાઇ જેરામભાઇ અને નાના ભાઇ તુલશીભાઇને પણ સુરત બોલાવી લીધા

– નવેસરથી શરૂઆત કરવા એ સમયમાં 1 લાખ વ્યાજે લઇ ફરી વખત હીરાનું કારખાનું શરૂ કર્યું.

– 1992માં તેમણે ભાઈઓ સાથે ભાગીદારીમાં હરે કૃષ્ણ એક્સપોર્ટ્સની સ્થાપના કરી.

શરૂઆતના વર્ષોમાં કરતા 18-18 કલાક મહેનત

– સવજીભાઈએ પોતાના ભાઈઓ સાથે શરૂ કરેલા નવા કારખાના માટે 18 કલાક મહેનત કરતા હતા.

– ધીમે ધીમે ત્રણેય ભાઈઓ ઘંટીઓની સંખ્યા વધારતા ગયા, બેલ્જીયમથી રફ લાવીને તૈયાર હીરા વેચવાનું શરૂ કર્યું.

– 10 વર્ષ સુધી હીરા ઘસતા સવજીભાઈએ ડાયમંડ ઉદ્યોગ અને માર્કેટને નજીકથી જોયુ અને જાણ્યું હતું.

– સુરતમાં સવજીભાઇએ ડાયમંડ પૉલિશર ઉપરાંત ડાયમંડ બ્રોકર તરીકે પણ કામ કર્યું.

– સવજીભાઈના બે ભાઈઓ મુંબઈમાં ડાયમંડ વેપાર કરે છે, જ્યારે સવજીભાઈ સુરતનું કામ સંભાળે છે.

– જો કે આજે તમામ ભાઈઓના સંતાનો પણ બિઝનેસને વિદેશમાં ફેલાવવા તનતોડ મહેનત કરે છે.

કર્મચારીઓને બોનસમાં આપે છે ઘર-કાર અને જ્વેલરી

– હરેકૃષ્ણા એક્સપોર્ટના સવજીભાઈ ધોળકિયા પોતાના કર્મચારીઓને પરિવારનો હિસ્સો માને છે.

– 2014માં સવજીભાઈએ 1312 કર્મચારીઓને કાર, ઘર અને ઘરેણાની દિવાળી ગિફ્ટ આપી હતી.

– જ્યારે 2016માં પણ તેઓએ 1660 જેટલા કર્મચારીઓને કાર-ઘરની ગિફ્ટ આપી હતી.

– વર્ષના અંતે સર્વશ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓને આ ગિફ્ટ આપવામાં આવે છે.

હરેકૃષ્ણ એક્સપોર્ટ કર્મચારીઓને આપે છે સુવિધા

– 33,000 વાર જગ્યામાં ફેલાયેલી હરેકૃષ્ણ એક્સપોર્ટના કેમ્પસમાં કર્મચારીઓ માટે અદ્યતન સુવિધાઓ છે.

– આ જગ્યાના 4000 વાર જેટલી જગ્યમાં ઓફિસ અને ફેક્ટરી છે.

– બાકીની જગ્યામાં ક્રિકેટમેદાન, સ્વિમિંગ પુલ, હેલ્થ સેન્ટર, જિમ સહિતની સુવિધા રાખવામાં આવી છે.

– વ્યસન કરતા અને બાઈક પર હેલ્મેટ વગર આવતા કર્મચારીને પણ કંપનીમાં પ્રવેશ મળતો નથી.

– ક્રિકેટ ટુર્નામેન્ટ, સ્વચ્છતા અભિયાન સહિતની કામગીરી પણ કર્મચારીઓ દ્વારા કરવામાં આવે છે.

એકના એક પુત્રને સમજાવ્યું રૂપિયાનું મૂલ્ય

– વિશ્વના અનેક દેશોમાં બિઝનેસ ફેલાવનાર સવજીભાઈ પોતાના પુત્રને પૈસાની સાથે જીવનના પાછ ભણાવવાનો વિચાર કર્યો હતો.

– ન્યૂયોર્કમાં અભ્યાસ દરમ્યાન વેકેશનમાં સુરત આવેલા પુત્ર દ્રવ્યને કોઈ અજાણી જગ્યાએ જઈ નોકરી શોધી પૈસા કમાવવા કહ્યું હતું.

– સવજીભાઈએ દ્રવ્યને પોતાની જરૂરિયાત પ્રમાણે પૈસા આપી ઓળખ આપ્યા વગર પૈસા કમાવવાનું જણાવ્યું હતું.

– દ્રવ્ય ધોળકિયાએ ત્રણ અઠવાડિયા સુધી કોચીમાં રહીને 3950ની કમાણી કરી હતી. જો કે શરૂઆતમાં તે 36 કલાક ભૂખ્યો પણ રહ્યો હતો.

– ધોળકિયા પરિવારમાં અગાઉ ગોવિંદભાઈએ પણ આ રીતે પોતાના પુત્રને પૈસાનું મૂલ્ય સમજાવવા બહાર મોકલ્યા હતા.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

જ્ઞાતિરત્નો