સરકારે દોઢ માસમાં પલટી મારી! સોલાર પ્રોજેક્ટમાં સૌરાષ્ટ્રના 6000 કરોડનું રોકાણ પાણીમાં; સબસિડી આપવાની મનાઈ ફરમાવી દેતા નાના ઉદ્યોગકારો મતદાન નહીં કરે, ગામડે ગામડે સત્યાગ્રહ કરશે

ગુજરાત સરકારે જાહેરાત કર્યા બાદ યુનિટ દીઠ રૂ. 2.83ના ભાવે પાવર પર્ચેઝ એગ્રીમેન્ટ (પીપીએ ) કરી મૂડીની સબસિડી અને વ્યાજની સબસિડી આપવાની મનાઈ ફરમાવી દેતા સેંકડો ઉદ્યોગકારો સાથે અન્યાય થયો હોવાનું ઉદ્યોગ સાહસિકોએ જણાવ્યું હતું.

સબસિડી મુદ્દે નિકાલ ન આવે ત્યાં સુધી સમગ્ર ગુજરાતમાં સોલાર તેમજ તેની સાથે જોડાયેલા અન્ય નાના ઉદ્યોગકારો, રોકાણકારો, ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે સત્યાગ્રહના ભાગરૂપે ગુજરાતમાં આવનાર ચૂંટણીમાં મત આપવાથી દૂર રહેશે તેવી સરકારને ચીમકી આપવામાં આવી છે. ગુજરાત ફેડરેશન ઓફ સોલાર ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ કિશોરસિંહ ઝાલા, ઉપપ્રમુખ પંકજભાઈ પટેલ, સેક્રેટરી પાર્થિવભાઈ દવેના જણાવ્યા અનુસાર ગુજરાત સરકારે સોલાર પાવર પ્રોજેક્ટ નાખવા માટે આમંત્રણ પાઠવવામાં આવતા અનેક રોકાણકારોએ રસ દાખવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ઊર્જા વિભાગે વિવિધ ડિસ્કોમ દ્વારા 0.5થી 4 મેગાવોટ માટે સોલાર ઇલેક્ટ્રિક ઉત્પાદકો, રોકાણકારો, ખેડૂતો સાથે ઓક્ટોબર 2020થી મે 2021 સુધીના સમયગાળા દરમિયાન 4000 પીપીએ પર હસ્તાક્ષર કર્યા હતા. ત્યારબાદ દોઢ મહિના બાદ તા.20 જુલાઈએ ઊર્જા વિભાગ દ્વારા કાર્યક્ષેત્રમાં ન હોવા છતાં સબસિડી ચૂકવવાનો ઇનકાર કરતા રોકાણકારોના કરોડો રૂપિયા ફસાયા હોવાની વાતથી હોબાળો મચી ગયો છે. જેથી સોલાર ઇન્ડસ્ટ્રીઝના હોદ્દેદારો દ્વારા કલેક્ટરને આવેદન પણ પાઠવવામાં આવ્યું હતું.

કરાર હેઠળ 10 હજાર કરોડનું રોકાણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 60 ટકા સૌરાષ્ટ્રના લોકોએ 6000 કરોડનું રોકાણ કર્યું હતું. જેથી આયોજનના ભાગરૂપે પેનલનો ઓર્ડર આપવાના, જમીન ખરીદી જમીનને લેવલિંગ કરવાના કામો શરૂ કરી દીધા હતા. જે વચ્ચે સરકાર દ્વારા સબસિડી આપવા પર મનાઈ ફરમાવવામાં આવતા ઉદ્યોગ સાહસિકોના પૈસા પાણીમાં ગયા હોવાનું રોકાણકારોએ જણાવ્યું હતું. જેથી ઉદ્યોગકારો, રોકાણકારો, ખેડૂતો આવનાર ચૂંટણીમાં સબસિડીના મુદ્દાનો નિકાલ કરવામાં ન આવે ત્યાં સુધી મતદાન નહીં કરે અને ગામડે – ગામડે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલી સત્યાગ્રહ કરશે તેવું જણાવ્યું હતું. ગુજરાત ફેડરેશને એવો આક્ષેપ કર્યો છે કે અગાઉની સરકારે આયોજન કરીને જાહેરાત કરી હતી ત્યાર બાદ કરાર કરનારાઓએ અડધુ કામ પુરુ કર્યુ છે પણ અમુક નેતાઓને તે મંજૂર નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો