નડિયાદના શ્રી સંતરામ મંદિરમાં મહાસુદ પૂનમના પાવન પર્વે પરંપરાગત સંતરામ મહારાજના 189 મા સમાધિ મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામા આવી હતી. જેમાં લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને સાકર વર્ષનો લ્હાવો લીધો હતો.
નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં આજથી 189 વર્ષ પૂર્વે શ્રી સંતરામ મહારાજે મંદિરના પ્રાંગણમાં સમાધિ લેતા અગાઉ શુધ્ધ ઘીના બે દીવા તૈયાર રાખવાનું ભક્તોને કહ્યું હતું. શ્રી સંતરામ મહારાજે જીવતા સમાધિ લીધી ત્યારે આકાશમાંથી સાકર અને પુષ્પવર્ષા થઇ હતી અને પૂજ્યશ્રીના ભ્રમરંગમાંથી પ્રાણ છૂટ્યાં ત્યારે તૈયાર રાખેલાં ઘીના બે દીવડાંની જ્યોત ઝળહળી ઉઠી હતી. દીવા આપોઆપ પ્રગટી ઉઠ્યાં હતા. જે જ્યોતની હાલમાં પણ પૂજા કરવામાં આવે છે આજે યોજાયેલ સાકર વર્ષાના પ્રસંગે મંદિર પરિસરમાં 3 હજાર મણ સાકરની વર્ષા કરવામાં આવી હતી
નિર્ગુણદાસ મહારાજે આ વિશે જણાવ્યું હતું કે, સંતરામ મહારાજે મહાસુદ પૂનમે આ જ સમયે ગાયો પરત આવે ત્યારે જીવિત સમાધિ લીધી હતી. પ્રાણ જવાથી બે દીવા પ્રગટશે, એમના કહ્યા પ્રમાણે જ્યોતની માનતા રાખે છે. દરવખતે ત્રણ લાખ લોકો દર્શન કરતા હોય છે. સંતરામ મહારાજે જ્યારે સમાધી લીધી ત્યારે આકાશમાંથી સાકર વર્ષા થઇ હતી અને 3 હજાર મણ સાકર વર્ષા કરવામાં આવશે.
નડિયાદના શ્રી સંતરામ મંદિરમાં મહાસુદ પૂનમના પાવન પર્વે પરંપરાગત સંતરામ મહારાજના 189મા સમાધિ મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવે છે. સાથે સાથે મંદિરની બહાર 2 કિલોમીટર લાંબો લોકમેળો પણ યોજાતો હોય છે. ચાલુ વર્ષે મેળાને પગલે 4 પીઆઇ, 15 પીએસઆઇ તથાસ 150થી વધુ પોલીસ જવાનો ખડેપગે સેવા બજાવી રહ્યા છે.
પુનમના પગલે વહેલી સવારે 3 વાગે મંગળા આરતી કરવામાં આવી હતી . જ્યારે 4 વાગે તિલક દર્શન, 5 વાગે મંદિરના દ્વાર ખુલશે. જ્યારે રાતે 8 વાગ્યા સુધી મંદિર ખુલ્લુ રહેશે. પુનમ હોવાથી નડિયાદ શહેર સહિત દેશ વિદેશથી આવેલા ભક્તો મેળાનો પણ આનંદ માણતા જોવા મળ્યા હતા. આ મેળો ત્રણ દિવસ સુધી ચાલશે. જેના પગલે ટ્રાફિકને ડાર્યવર્ઝન આપવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..