વડોદરા શહેરના બીએસએફના જવાને આસામ બોર્ડર પર પેટ્રોલિંગ દરમિયાન જીવ ગુમાવ્યો છે. બીએસએફ જવાન સંજય સાધુ બીએસએફમાં ઇન્સપેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. વડોદરાના ગોરવા કરોડિયા રોડ પર આવેલી ભગવતી કૃપા સોસાયટીમાં રહેતા શહીદ જવાનના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. જોકે સંજય સાધુએ કેવી રીતે જીવ ગુમાવ્યો તે અંગે હજુ પરિવાર પણ અજાણ છે.
પશુ તસ્કરો સામે લડવા જતા પગ લપસ્યા બાદ પાણીમાં ડૂબ્યા
આસામ બોર્ડર પર 18 ઓગષ્ટના રોજ સાંજે 7:30 વાગ્યે બીએસએફના ઇન્સપેક્ટર સંજય સાધુ પેટ્રોલિંગમાં હતા. ત્યારે તેઓએ પશુ તસ્કરી થઇ રહી હોવાની શંકા ગઇ હતી. જેથી તેઓએ તુરંત તેમના તરફ દોડી ગયા હતા. આ સમયે સંજય સાધુનો પગ લપસી ગયો હતો. અને તેઓ નાળાના વહેતા પાણીમાં પડી ગયા હતા. જોકે તુરંત તેઓને બહાર કાઢીને બીએસએફની એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડેક્ટર્સે તેમને મૃત જાહેર કર્યાં હતા.
તમને જણાવી દઇએ કે, વડોદરાના સંજય સાધુ BSFમાં ઈન્સપેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. અને તેઓ આસામ બોર્ડર પર પેટ્રોલિંગ દરમિયાન શહીદ થયા હતા. આસામ બોર્ડર પર પેટ્રોલિંગ દરમિયાન શહીદ થનાર સંજય સાધુના પિતા ગુજરાત પોલીસમાં પીઆઇ તરીકે નિવૃત થયા હતા અને તેમનું 3 વર્ષ અગાઉ મૃત્યુ થયું હતું.
સંજય સાધુના ભાઇ જગદીશ સાધુએ જણાવ્યું હતું કે, કાલે રાત્રે 10 વાગ્યે બીએસએફના જવાનો અમારા ઘરે આવ્યા હતા. અને અમને દુઃખદ સમાચાર આપ્યા હતા. જોકે તેઓએ અમને કંઇ વધારે માહિતી આપી નહોતી. મારા ભાઇ સંજયની પત્ની છે, બે છોકરી અને એક છોકરો ગાંધીનગરમાં રહે છે. તેઓએ થોડા સમય પહેલાં જ ગાંધીનગરમાં મકાન રાખ્યુ હતું. અને તહેવારોમાં વડોદરા આવતા હતા. પરંતુ અચાનક જ આ સમાચાર મળતા અમારા પરિવાર દુ:ખી છીએ.
ગત 22 જુલાઇએ વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં રહેતો આરીફખાન પઠાણ કાશ્મીર બોર્ડર પર શહીદ થયો હતો. ત્યારે ફરીથી વડોદરાના વધુ એક જવાને દેશની રક્ષા કાજે શહીદી વહોરી છે.
પ્રભુ એમના આત્મા ને શાંતિ આપે એજ પ્રાથના..
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.