સુરતઃ- અબ્રામાના પી.પી. સવાણી સંકુલમાં 24 ડિસેમ્બરે 251 દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે. આ અનોખા લગ્ન સમારોહમાં દુલ્હનોમાં એક ખ્રિસ્તી અને પાંચ મુસ્લિમ કન્યાઓ છે. ત્યારે આ તમામ પારેવડીઓના હાથે આજે મહેંદી લગાવવામાં આવી હતી. ત્યારે તમામ કન્યાઓ સહિત મહેમાનોમાં હાજર રહેલા મેયર અને આઈપીએસ,આઈએએસની પત્નીઓની આંખો પણ ભીની થઈ ગઈ હતી.
મહિલાઓના હાથે મુકાયો કાર્યક્રમ ખુલ્લો
પીપી સવાણી અને મોવલિયા ગ્રુપ દ્વારા આયોજીત પારેવડી લગ્ન સમારોહમાં હિન્દુ મુસ્લિમ અને ખ્રીસ્તી દીકરીઓના પણ લગ્ન યોજાઈ રહ્યાં છે. ત્યારે તમામ દીકરીઓના હાથે મહેંદી મુકવાનો કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સુરતના મહિલ મેયર અસ્મિતાબેન શિરોયા, તથા શહેરમાં ફરજ બજાવતાં આઈપીએસ અને આઈએએસ ઓફિસરના ધર્મપત્નીઓ હાજર રહ્યાં હતાં. અને કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો.
પી.પી. સવાણી ગ્રુપ અને મોવલીયા પરીવાર આયોજીત પારેવડી લગ્નપ્રસંગ કાર્યક્રમને લાઇવ નિહાળવા માટે આ લીંકને ઓપન કરીને પેજ લાઇક કરી પારેવડી લગ્નપ્રસંગ લાઇવ નિહાળી શકશો.
समस्त लेउवा पटेल समाज- Leuva Patel