શ્રી સરદાર પટેલ સોશ્યલ ગ્રૂપ પડધરી આયોજીત સમુહ લગ્નમાં શહીદો માટે 2 લાખ જેટલું ફંડ એકઠું થયું

શ્રી સરદાર પટેલ સોશ્યલ ગ્રૂપ પડધરી આયોજીત 20 મો સમુહ લગ્નોત્સ્વ તારીખ 17/02/2019 ને રવિવારે, કન્યા છાત્રાલય ખામટા મુકામે યોજાય ગયો.

આ લગ્નોત્સ્વ્માં 31 જેટલા નવયુગલો જોડાયા હતા તેમજ આ લગ્નોત્સ્વમાં લેઉવા પટેલ સમાજના આશરે 10000 થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સોશ્યલ ગ્રૂપ ના પ્રમુખ ડો. પી.જે. પીપરિયા સાહેબે આ સમાજ માત્ર સામાજિક ભાવના સાથે જોડાયેલ છે એટલું જ નહીં પરંતુ આ સમાજ રાષ્ટ્ર ગૌરવ અને રાષ્ટ્ર ભાવના ધરાવે છે જેની પ્રતીતિ રૂપે દેશમાં તાજેતરમાં પુલવામાં શાહિદ થયેલા શહીદોને અત્રે ઉપસ્થિત તમામ લોકો વર-કન્યા સહિતનાઓએ સ્વયશિસ્ત માં ઉભા રહી બે મિનિટનું મૌન પાડીને શ્રધ્ધાંજલિ અર્પી હતી અને રાષ્ટ્રગાન ગાયું હતું. ત્યાર બાદ શાહિદ થયેલાઓના પરિવારને મદદ રૂપ થવાના હેતુથી શહિદ ફંડ માટેની હાકલ કરતાં લગભગ 3 કલાક ના ટૂંકા ગાળામાં રૂ. 203500 (રૂપિયા બે લાખ ત્રણ હજાર પાંચશો) જેવી રકમ એકત્રિત થઈ હતી.

આ રકમ વીરગતિ પામેલ શાહિદના પરિવારોને રૂબરૂ મળી તેમને અર્પણ કરવાની વ્યવસ્થા સોશ્યલ ગ્રૂપના હોદેદારોએ કરી છે. આમ લગ્ન પ્રસંગ જેવા આનંદોત્સ્વ ના માહોલ વચ્ચે રાષ્ટ્રને કાજે શહીદ થયેલાઓને પણ યાદ કરી મદદ રૂપ થવાનો પ્રયાસ કર્યો હતો. આ કાર્યક્મ ને સફળ બનાવવા સોશ્યલ ગ્રૂપના ગોરધનભાઈ શિંગાળા,અમિતભાઈ ડોબરિયા, હેમંતભાઈ તરપદા,હસમુખભાઇ લુણાગરિયા, વલ્લભભાઇ રાબડીયા, ભવાનભાઈ ડોબરિયા, ભીમજીભાઇ ડોબારિયા,જે.જે. સાવલિયા તેમજ સોશ્યલ ગ્રૂપના 750 જેટલા સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી॰ એમ કાર્યકમના સંચાલન કરતાં શ્રી હસમુખભાઇ લુણાગરિયા એ એક યાદીમાં જણાવ્યુ છે.

આભાર
હસમુખ લુણાગરિયા
09879799333

– હાર્દિક સોરઠીયા

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો