નબળી આર્થિક પરિસ્થિતિમાં પણ જવાનોનું ઋણ અદા કરતો ગાંધીનગરના દહેગામનો રિક્ષાચાલક રાતોરાત દેશના લાખો લોકોના દિલમાં વસી ગયો છે. નાનકડા ગામમાં રહેતા ગરીબ પરિવારના રિક્ષાચાલક જિગર રાજેન્દ્રભાઈ બારોટ છેલ્લા સાતેક વર્ષથી રિક્ષા ચલાવે છે.
ગાંધીનગર ખાતે રિક્ષા ચલાવતા યુવકે અનોખો સંકલ્પ કર્યા હતો કે, તેની રિક્ષામાં બેસનાર લશ્કરી જવાન કે વિકલાંગનું ભાડું લેતો નથી અને તેમને મફત મુસાફરી કરાવે છે. છેલ્લા સાત વર્ષ દરમિયાન અનેક જવાનોને તેમના મુકામ સુધી મફત ઉતાર્યા છે પરંતું તાજેતરમાં ગાંધીનગરથી ચિલોડા આર્મી કેમ્પ ખાતે જવા બેઠેલા બે સૈનિકોનું ભાડું લેવાની બેસાડતા સમયે જ ના પાડી હતી.
યુવકની આ ઉમદા લાગણીથી પ્રભાવિત થઈ સૈનિકોએ તેની જાણ બહાર વીડિયો ઉતારવાનો શરૂ કર્યા હતો અને તેની સાથે કરેલ વાર્તાલાપ કેમેરામાં કેદ કર્યા હતો. જવાનો રિક્ષામાંથી નીચે ઉતર્યા બાદ જવાનોએ તેને ભાડાના રૂપિયા લેવા દબાણ કર્યું હતું પરંતું રિક્ષાચાલકે આર્મીમેનોનું ભાડું નહીં જ લઉં તે જણાવતાં જવાનો પણ પ્રભાવિત થયા હતા.
આ વાતચીત દરમિયાન પણ વીડિયો ઉતારવાનું ચાલુ રાખતાં રિક્ષાચાલકને તેનો વીડિયો જવાનોએ ઉતાર્યા હોવાનો ખ્યાલ આવ્યો હતો. આખરે આ વીડિયો કોઈક માધ્યમ દ્વારા ફેસબુક વગેરે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર ઓટો વાલેને ફૌજી ભાઈ સે કિરાયા લેને સે મના કર દિયા.
સેલ્યૂટની ટેગ લાઇન સાથે વાઇરલ થતાં માત્ર ચાર દિવસમાં જ આ વીડિયો લાખો લોકોએ જોવાની સાથે સાથે પ૦ હજારથી વધુ લોકોએ તેને શેર પણ કર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..