પોતાના લગ્ન થઈ ગયા પછી યુવક તેની સાળીના પ્રેમમાં પડી ગયો હતો, હવે તેણે સાળીને પામવા માટે કાંટો બનેલા તેના પતિ એટલે કે સાઢુને મોતને ઘાટ ઉતારી દીધો છે. આ નિર્મમ હત્યાના ગુનામાં પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી લીધી છે. આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.
ઉત્તર પ્રદેશના મેનપુરી જિલ્લામાં બનેલી ઘટનામાં યુવકે સાળીના પ્રેમમાં પડ્યા પછી સાઢુનો જીવ લઈ લીધો. સાઢુની હત્યા બાદ આરોપીએ લાશને ખેતરમાં છૂપાવી દીધી હતી અને પછી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
પોલીસે આ ઘટના અંગે માહિતી આપીને જણાવ્યું છે કે, આ ઘટના થાના કરહલ વિસ્તારની છે. આ વિસ્તારમાં મેનપુરી રોડ પર ગોપાલ ઢાબા પાછળ ખેતરમાંથી એક સપ્ટેમ્બરના રોજ ધારુ ગામના રહેવાસી અંકિત શાક્યની લાશ મળી આવી હતી. લાશ મળ્યા બાદ પોલીસે હાથ ધરેલી તપાસમાં જાણવા મળ્યું કે આ યુવકનું ગળું કાપીને હત્યા કરી નાખવામાં આવી છે. આ કેસમાં પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરીને ઊંડી તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસે આ કેસમાં ખુલાસો કર્યો છે કે, દન્નહાર વિસ્તારમાં ભરૌલી ગામની રહેવાસી રણવીરના તેની સાળી સંગીતા સાથે પ્રેમ સંબંધ હતા, આ આડા સંબંધો વચ્ચે સાળીના લગ્ન નક્કી થઈ ગયા હતા.
સંગીતાના લગ્ન નક્કી થઈ જતા રણવીરને પોતાની પ્રેમ લીલામાં સાળીનો પતિ અંકિત નડતરરૂપ બનતો લાગ્યો હતો, આ પછી તેને સંગીતાના ઘરે વારંવાર જવાનું બંધ થઈ ગયું હતું. સંગીતા અને રણવીરના સંબંધો વિશે સંગીતાના સાસરિયાને ખબર પડી ગઈ હતી. આ પછી રણવીરે તેની સાળીને પતિથી અલગ કરીને તેને મૈનપુરી શહેરમાં એક રૂમ અપાવી દીધો હતો. જેથી તે તેની સાળીને સરળતાથી મળી શકે અને તેમના સંબંધો વચ્ચે કોઈ અડચણરૂપ ના બને તે માટે હત્યાનો પ્લાન બનાવી નાખ્યો હતો.
રણવીર અને તેની સાળી સંગીતાના લફડા વિશે તેની સાસરીમાં જાણ થઈ જતા તે પરેશાન રહેતો હતો, સંગીતાના પતિએ રણવીરને પોતાના ઘરમાં આવવા માટે પ્રતિબંધ લગાવી દીધા હતા. આ પછી રણવીર ઘણો જ બેચેન રહેતો હતો. પાછલી 30 ઓગસ્ટના રોજ રણવીરે તેની સાળી અને પ્રેમિકાના પતિ અંકિતને પોતાના મકાનમાં ચિનાઈ કામ માટે બોલાવ્યો હતો અને પછી તેને અવાવરું જગ્યા લઈ જઈને હત્યા કરી નાખી હતી, આ પછી લાશને ખેતરમાં સંતાડીને ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપીને જેલભેગો કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..