પિતાએ એકના એક દીકરાની શહાદત બાદ પહેરી લીધી દીકરાની વર્દી…

જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં થયેલ આતંકી હુમલામાં શહીદ થયેલા કુલવિંદર સિંહના પરિવારે કુલવિંદર વિશેની કેટલીક વાતો જણાવી હતી. તેના પિતા દર્શન સિંહે જણાવ્યું કે, સીઆરપીએફની 92મી બટાલિયનમાં ફરજ બજાવતો કુલવિંદર સિંહ 10 ફેબ્રુઆરીએ જ રજા ગાળીને પરત ડ્યૂટી પર ગયો હતો. 12 ફેબ્રુઆરીએ તેને ઘરે અંતિમ ફોન કર્યો હતો. ફોન પર પિતાને કુલવિંદરે નવા ઘરને પેઇન્ટ કરાવવાનું કહ્યું હતું. કારણે કે નવેમ્બરમાં તેમના લગ્ન થવાના હતા. તેમનું નવું ઘર બની રહ્યું હતું. મકાનનું કામ 80 ટકા પુરૂ થઇ ગયું હતું. આજે તે નવા ઘરને જોઈને પરિવાર હૈયાફાટ રૂદન કરી રહ્યો છે.

14 ફેબ્રુઆરીએ કુલવિંદર સિંહે મંગેતરને કર્યો હતો અંતિમ ફોન

શહીદ કુલવિંદર સિંહે 14 ફેબ્રુઆરીના દિવસે સવારે લગભગ 11 વાગ્યે મંગેતર કોલ કર્યો હતો, તેમણે કહ્યું હતું કે, જમ્મુ પહોંચ્યાં બાદ તેમની પોસ્ટ તરફ જવાની કાર્યવાહી થઇ રહી છે. જો કે મંગેતરને ક્યાં ખ્યાલ હતો કે આ તેમની આખરી વાતચીત હતી.

શહાદત / દીકરાના લગ્નની તૈયારીમાં વ્યસ્ત હતા માતા-પિતા, અચાનક મળ્યાં શહાદતના સમાચાર, 14 ફ્રેબુઆરીએ સવારે મંગેતર સાથે થઈ હતી છેલ્લીવાર વાત, નવા ઘરને જોઈને રડી રહ્યો છે પરિવાર


સગાઈની વીંટીથી બોડીની થઈ ઓળખ

આતંકી હુમલામાં થયેલો વિસ્ફોટ એટલો ભયંકર હતો કે શહીદના દેહની ઓળખ કરી પણ શક્ય ન હતી. આવા સમયે તેમની સગાઈની રીંગથી જ કુલવિંદરની બોડીની ઓળખ થઇ હતી. 8 નવેમ્બર તેના લગ્ન હતા. લગ્ન બાદ રહેવા માટે તેનું નવું ઘર બની રહ્યું હતું. આ બધું જોઈને પરિવારના આંસુ નથી રોકાતાં.

પુત્રની શહાદત બાદ પિતાએ પહેરી લીઘી પુત્રની વર્દી

શહાદતને સન્માન અને ગર્વની નજરે જોવા માટે ઘરના ચિરાગને ગુમાવવા છતાં પણ પિતાએ દિકરાની વર્દી પહેરીને તેને શ્રદ્ધાંજલિ આપી. મા અમરજીતનો હાલ પણ બેહાલ છે.

21 વર્ષની ઉંમરે ફૌજમાં ભરતી થયા હતા કુલવિંદર

24 ડિસેમ્બર 1992માં જન્મેલા કુલવિંદરે 12 ધોરણ બાદ આઇટીઆઇ કર્યું હતું. 21 વર્ષની ઉંમરે તેઓ સેનામાં ભરતી થઇ ગયા હતા. તેના ગામના 14 જવાન સેનામાં છે. રિટાયર્ડ સૈનિકોએ પીએમને માંગણી કરી છે કે, બદલા માટે આર્મીને ફ્રી હેન્ડ કરે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો