જે વર્દી પહેરીને રાજસ્થાનના કોટાના લાલે માતૃભૂમિની રક્ષાના શપથ લીધા હતા તેજ વર્દીમાં થઈ ગયા શહીદ, ગોળીઓ અને બોમ્બની વરસાદ હોવાછતાં પણ આ જાંબાઝે તેના પગલા પાછળ લેવા તો દૂર પણ ડગમગવા પણ ન દીધા. તો બીજી તરફ હજારો કિલોમીટર દૂર બેઠેલી તેની પત્નીની હિંમત પણ બિરદાવવા લાયક છે, વૃદ્ધ પિતા અને માસૂમ દીકરાને શહાદતનો આઘાત ન લાગે માટે માથાનું સિંદૂર ન મિટાવ્યું.
પત્નીએ આ કારણથી ન હતું મિટાવ્યું શહીદના નામનું સિંદૂર
-શહીદ હેમરાજના મોટા ભાઇ રામવિલાસ મીણાએ જણાવ્યું કે સીઆરપીએફ કેમ્પમાંથી રાત્રે દસ વાગ્યે ફોન આવ્યો અને પત્ની મધુને હેમરાજ શહીદ થયા હોવાના સમાચાર આવ્યાં. આ સમયે બાળકો સૂવાની તૈયારી કરતા હતા. આ સમયે મધુએ વૃદ્ધ સસરા અને બાળકોનો વિચાર કરતા હિંમત અને ધીરજ રાખી તેમજ કોઈને પણ આ વાતની જાણકારી ન આપી. તેમણે મને ફોન કરીને બોલાવ્યો અને ઘટનાના સમાચાર આપ્યાં. આ સમયે હું મધુની હિંમત જોઈને દંગ રહી ગયો. આ બાદ મારી પણ આ વાત કોઈને જણાવવાની હિંમત ન થઇ. જો કે લોકોને જેમ-જેમ ખબર મળતી ગઈ તે લોકો જ ઘરે આવી ગયા.
-શહીદ હેમરાજના ભાઇ રામવિલાસે જણાવ્યું કે, પાકિસ્તાનની આ કાયર હરકતના કારણે મેં મારો ભાઈ અને માસૂમ બાળકોએ પિતા ગુમાવ્યાં. હેમરાજની મોટી દીકરીની ઉંમર માત્ર 17 વર્ષ છે. તે ગ્રેજ્યુએશન કરી રહી છે. નાનો દીકરો 15 વર્ષનો છે, જે નવમાં ધોરણમાં અભ્યાસ કરે છે. અજય 13 વર્ષનો છે અને વૃષભ માત્ર 6 વર્ષનો છે. પિતા વૃદ્ધ છે. જે આ આઘાત સહન કરી શકે તેમ નથી. હેમરાજ પાંચ ભાઈ -બહેનમાં બીજા નંબરે હતા. ભાઇ દેવરલાલ, નરેન્દ્ર અને બહેન, રાજેશ તેનાથી નાના છે.
હેમરાજ અભ્યાસમાં પણ આગળ હતા
-મોટા ભાઈ રામવિલાસે જણાવ્યું કે,. ભાઇ હેમરાજ ભણવામાં હોશિંયાર હતા. તેમણે તેના ગામમાં પ્રાથમિક શિક્ષણ લીધું બાદ ઉ્ચ્ચ અભ્યાસ માટે બારાં ગયા જ્યાં તેમની સિલેકશન સીઆરપીએફમાં થયું.
ધૂમધામથી ઉજવ્યો હતો જન્મદિવસ
શહીદ હેમરાજના ભાઇ રામવિલાસે જણાવ્યું કે, 1 જુલાઈ 2018માં હેમરાજનો જન્મ દિવસ ખૂબ જ ધામધૂમથી મનાવવાાં આવ્યો હતો. કોને ખબર હતી કે આ તેના અંતિમ જન્મદિવસનો ઉત્સવ છે.