રાજકોટના સરગામે સગી બહેનના જેઠે દુષ્કર્મ ગુજારી 14 વર્ષની સગીરાને ગર્ભવતી બનાવી, સગીરાની બાળકીનું સારવાર દરમિયાન મોત

બે માસ પૂર્વે પતિના અવસાન બાદ લૌકિક ક્રિયા વખતે 14 વર્ષય પુત્રીનું પેટ વધી ગયું, માતાએ પુછપરછ કરતા સત્ય સામે આવ્યું હતું
હાલ દુષ્કર્મનો આરોપી નારણ તલાવડીયા પોક્સોના ગુના હેઠળ જેલમાં સજા કાપી રહ્યો છે

રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સરગામે રહેતી પિતાની છત્રછાયા ગુમાવનાર 14 વર્ષની સગીરાને તેની બહેનના જ જેઠે ભાઈને મારી નાખવાની ધમકી આપી હવસનો શિકાર બનાવી ગર્ભવતી બનાવી દેતા તેણીએ 45 દિવસ પહેલા બાળકીને જન્મ આપ્યો હતો. ત્યારબાદ બાળકીને કોઈ બીમારી સબબ સિવિલ હોસ્પિટલના કે.ટી.ચિલ્ડ્રન વોર્ડમાં ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન બાળકીનું ગઈકાલે મોત નીપજ્યું હતું.

આરોપી પોક્સોના ગુના હેઠળ જેલમાં સજા કાપી રહ્યો છે
ઉલ્લેખનીય છે કે દુષ્કર્મનો આરોપી નારણ તલાવડીયા હાલ જેલમાં પોક્સોના ગુના હેઠળ સજા કાપી રહ્યો છે. હાલ પોલીસે બાળકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આજથી બે માસ પૂર્વે પિતાની છત્રછાયા ગુમાવનાર સગીરા ઉપર થયેલા દુષ્કર્મ અંગેની જાણ તેના પિતાની લૌકિક ક્રિયા વખતે થતા પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું અને આ અંગે આજીડેમ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા આ મામલે આજીડેમ પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી કોળી શખ્સની ધરપકડ કરી હતી.

પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ જીલ્લાના કોટડાસાંગાણી ગામે માવતરના ઘરે રહેતી 33 વર્ષીય કોળી મહિલાએ 13 ઓક્ટોબરના રોજ આજીડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં આરોપી તરીકે રાજકોટના સરધાર ગામ પાસે આવેલ સર ગામે રહેતા નારણ ચીનુભાઈ તલાવડીયાનું નામ આપ્યું હતું જેને તેની 14 વર્ષની સગીર પુત્રી ઉપર દુષ્કર્મ ગુજાર્યું હોવાનું જણાવ્યું હતું.

લૌકિક ક્રિયા વખતે 14 વર્ષય પુત્રીનું પેટ વધી ગયું
ફરિયાદી મહિલાને સંતાનમાં બે પુત્રો અને બે પુત્રી થયા હતા જેમાં પુત્રીમાં એક 18 વર્ષ અને બીજી નાની 14 વર્ષની છે જયારે પુત્રમાં મોટો 12 વર્ષ અને નાનો 8 વર્ષનો છે. મોટી પુત્રીના લગ્ન સર ગામે થયા છે. મહિલાના પતિનું આજથી બે માસ પૂર્વે હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું ત્યારબાદ મહિલા પોતના માવતરના ઘરે બલધોઈ ગામે આવી ગઈ હતી. પતિના અવસાન બાદ લૌકિક ક્રિયા વખતે 14 વર્ષની નાની પુત્રીનું પેટ વધી ગયું હોય પરિવારજનોએ શંકા વ્યક્ત કરી હતી જેથી પુત્રી સાથે કશુક અજુગતું બન્યાની શંકાએ તેની પુછપરછ કરતા માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

ભાઈની હત્યા કરી નાખવાની ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યું
14 વર્ષની નાની પુત્રીએ માતાને આપવીતી જણાવી હતી. જેમાં તેની ઉપર બનેવીના મોટાભાઈએ દુષ્કર્મ ગુજાર્યું હોવની વાત કરતા પરિવારજનો ચોકી ગયા હતા. પુછપરછમાં જાણવા મળતી માહિતી મુજબ છ માસ પૂર્વે દંપતીને સગાઇના કામસર નજીકના ગામે જવાનું થયું ત્યારે 14 વર્ષની નાની પુત્રી અને 8 વર્ષના નાના પુત્રને મોટી પુત્રીના સાસરે મૂકી ગયા હતા ત્યારે મોટી પુત્રીના જેઠ સર ગામે રહેતા નારણ ચીનુભાઈ તલાવડીયાએ 14 વર્ષની સગીરાના ભાઈની હત્યા કરી નાખવાની ધમકી આપી તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું.

માતા ઢોર ચરાવવા ગયા હતા ત્યારે દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી
સગીરા અને તેનો ભાઈ બહેનના ઘરે એકલા હતા ત્યારે નારણ ચીનુભાઈ તલાવડીયાએ સગીરાના ભાઈને મોબાઈલ આપી ઘરની બહાર રમાવા મોકલી દીધો હતો જયારે નાનોભાઈ અને તેની પત્ની ઘરે હાજર ન હતા તેમજ નારણ ચીનુભાઈ તલાવડીયાની માતા ઢોર ચરાવવા ગયા હતા ત્યારે સગીરાની એકલતાનો લાભ લઇ ફરિયાદી મહિલાની મોટી પુત્રીના જેઠે દુષ્કર્મ ગુજારી નાની દીકરીને ગર્ભવતી બનાવી દીધી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો