ગાંધીનગરમાં બાળક ત્યજી દેવા મામલે મોટો ખુલાસો: વડોદરામાં ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી યુવતી સાથે સચિનને બંધાયા શરીર સંબંધ, બે વર્ષ બંનેએ રંગરેલિયાં મનાવીને શિવાંશનો થયો જન્મ

ગાંધીનગર પાસેના પેથાપુરમાં મળી આવેલા ત્યજી દેવાયેલા બાળક શિવાંશનાં માતા-પિતા વિશે મોટો ધડાકો થયો છે.  શિવાંશની માતાનું નામ મહેંદી હોવાનું બહાર આવ્યું છે. મહેંદીએ જ શિવાંશને સચિનને આપી દીધો હતો. અચાનક નવ માસનો પુત્ર મળતાં તેનું શું કરવું એ મુદ્દે સચિન મૂંઝાઈ ગયો હતો તેથી તેણે બાળકને તરછોડી દીધું હતું.

પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે સચિન દિક્ષિત વડોદરા નોકરી કરતો હતો ત્યારે ઈવેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલી મહેંદી નામની યુવતિના સંપર્કમાં આવ્યો હતો અને તેની સાથે શરીર સંબંધ બંધાયા હતા. બંને વચ્ચે બે વર્ષ સુધી શરીર સંબંધ રહ્યા હતા. મહેંદીનાં સગાં અમદાવાદના બોપલમાં રહેતાં હોવાથી બંને બોપલમાં પણ મળતાં હતાં. બંને વચ્ચેના સબંધના પરિણામે શિવાંશનો જન્મ થયો હતો. મહેંદીએ સચિનને લગ્ન કરવા કહ્યું હતું પણ સચિન તૈયાર ના હોવાથી તેણે શિવાંશને સચિનને સોંપી દીધો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

પોલીસે સચિનની પૂછપરછમાં તેની પ્રેમિકા વિશે માહિતી મલી હતી. તેના આધારે ગાંધીનગર પોલીસ ટીમ વડોદરા પ્રેમિકાના ઘરે  પહોચી ગઈ છે. ગાંધીનગર પોલિસ દ્વારા આજે પ્રેમિકાની પણ પૂછપરછ કરાય અને તેને ગાંધીનગર લવાય તેવી શક્યતા છે. આજે સચિન દિક્ષીતનો ડીએનએ ટેસ્ટ પણ કરાશે એવો પોલીસનો દાવો છે. 

ગાંધીનગર પાસેના પેથાપુરમાં મળી આવેલા ત્યજી દેવાયેલા બાળકના કેસમાં પોલીસે તેના પિતા સચિન દિક્ષિત તથા દિક્ષીતની પત્નિ આરાધનાની પૂછપરછ શરૂ કરી છે. દરમિયાનમાં પોલીસે સચિનની ઘરે પણ તપાસ કરી છે. આ તપાસમાં ગાંધીનગર ખાતેના સચિનના ઘરે સ્ટોનમાં LOVE U MAA અને Ravi❤ SACHIN લખેલું મળ્યું છે. આ રવિ અથવા રાવિ કોણ ચે તેની પોલીસે તપાસ શરૂ કરી છે. Ravi❤ SACHINને માસૂમ શિવાંશના કેસ સાથે કંઈ સંબંધ છે કે નહીં તેની પણ પોલીસ તપાસ કરી રહી છે. 

શિવાંશની માતા સાથે સચિનને શરીર સંબંધ બંધાયા ને બાળક જન્મ્યું તેની જાણ હતી ? જાણો સચિનની પત્નિએ શું કહ્યું ?

ગાંધીનગર પાસેના પેથાપુરમાં મળી આવેલા ત્યજી દેવાયેલા બાળકના કેસમાં પોલીસે તેના પિતા સચિન દિક્ષિત તથા દિક્ષીતની પત્નિ આરાધનાની પૂછપરછ શરૂ કરી છે. રાજ્ય કક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા બાળકનું સાચું નામ શિવાંશ હોવાનો ઘટસ્ફોટ શનિવારે રાત્રે કરાયો હતો. તેમણે દાવો કર્યો કે.  તેના પિતા સચિન દીક્ષિત દ્વારા શિવાંશને તરછોડી દેવાયો હતો. મોડી રાત્રે પોલીસ સચિન અને આરાધના દિક્ષીતને રાજસ્થાના કોટાથી પકડી ગાંધીનગર લઈ આવી છે. હાલમાં સેકટર-26 ન્યુ ગ્રીન સિટીના મકાનમાં બન્નેને લઈ જઈ પૂછતાંછ શરૂ કરવામાં આવી છે. હજી પણ શિવાંશની અસલી માતા ક્યાં છે એ એક મોટું રહસ્ય અકબંધ છે.

સચિન દિક્ષિતની પત્ની આરાધના દીક્ષિતની સેક્ટર 26 ના ગ્રીન સિટી બંગલો ખાતે પૂછપરછ થઈ રહી છે. પત્ની બાદ પતિ સચિન દીક્ષિતની પણ એલસીબી ખાતે પૂછપરછ કરાશે. આ બળાક સચિન દિક્ષિતની પ્રેમિકાનું હોવાનું કહેવાય છે ત્યારે તરછોડાયેલા માસૂમ બાળક અને પતિના બાળકની માતાના પ્રેમસબંધ બાબતે પત્ની આરાધનાએ પોતે કશું જાણતી ન હોવાનો દાવો કર્યો છે. પત્ની આરાધનાનો દાવો છે કે,  પોતાના પરિવાર સાથે રાજસ્થાન કોટા પિયરમાં એક પ્રસંગમાં ગઇ હતી. પતિ સચીન ઘરે એકલો હતો અને પછી પ્રેમિકા થકી થયેલા બાળકને તરછોડી રાજસ્થાન ભાગ્યો હતો.

ગાંધીનગરના પેથાપુર સ્વામિનારાયણ ગુરુકુળની ગૌ શાળાના દરવાજા પાસે શુક્રવારે કોઈ અજાણ્યો યુવક ફૂલ જેવા બાળકને અંધારામાં તરછોડીને કારમાં ફરાર થઈ ગયો હતો. જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈ એલસીબી, એસઓજી સહિતની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી.

ગાંધીનગર પોલીસે 100થી વધુ સીસીટીવીની ચકાસણી કરતા ગૌ શાળા બહાર એક સફેદ કલરની કાર કેમેરામાં કેદ હોવાનું બહાર આવ્યું હતું. જેનાં રજિસ્ટ્રેશન નંબર પરથી આ કાર સેકટર-26 ગ્રીનસિટી સોસાયટી D-35માં રહેતા સચિન નંદકિશોર દીક્ષિતની હોવાનું બહાર આવ્યું હતું. જેનાં પગલે એક ટીમ તુરત સેક્ટર-26 દોડી ગઈ હતી. સચિન દીક્ષિત, પત્ની અનુરાધા અને તેના માતા પિતા ઘર છોડીને જતાં રહ્યાંની વિગતો મળી આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો