રાજકોટ શહેર તેમજ જિલ્લામાં બુધવારના રોજ વરસાદી (Saurashtra rain) માહોલ જોવા મળ્યો હતો. ત્યારે વરસાદના કારણે રાજકોટ-સોમનાથ હાઇવે (Rajkot-Somnath highway) પર વિઝીબિલીટી ઓછી હોવાના કારણે વાહનચાલકોને વાહનો ધીમી હાંકવાની ફરજ પડી હતી. વરસાદના કારણે અનેક જગ્યાએ રોડ રસ્તાને પણ નુકસાન થવા પામ્યું છે, અનેક જગ્યાએ વીજળી (Lightning) પડવાના બનાવ પણ સામે આવ્યા છે. વીજળી પડવાના કારણે જસદણ તાલુકામાં બે માસૂમ બાળકોએ જીવ ગુમાવ્યો છે. બીજી તરફ અકસ્માતનો એક બનાવ સીસીટવી (Rajkot accident CCTV)માં કેદ થયો છે, જેમાં એક રોડ પર દોડી રહેલી ઈકો કાર અચાનક પલટી ગઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
બુધવારના રોજ રાજકોટ પડધરી બાયપાસ પાસે ઈકો કારને અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થવા પામી છે. રાજકોટ પડધરી બાઇપાસ પાસે આવેલા રિલાયન્સના પેટ્રોલ પંપ પાસે ઇકો કાર અચાનક જ પલટી મારી ગઈ હોય તે પ્રકારના દૃશ્યો સામે આવ્યા છે. જોત જોતામાં ઇકો કાર ત્રણથી ચાર વખત પલટી મારતી હોઈ તે પ્રકારના દ્રશ્યો સીસીટીવી ફૂટેજમાં કેદ થવા પામ્યા છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે ઇકો કારમાં સવાર ચાલકને સામાન્ય ઇજા પહોંચી હતી. કોઈ મોટી જાનહાનિ નહીં સર્જાઇ હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ-જામનગર હાઇવે (Rajkot-Jamnagar highway) પર અનેક ઇકો કારમાં આઠથી પણ વધુ મુસાફરોને બેસાડી મુસાફરી કરાવવામાં આવતી હોય છે. ત્યારે અનેક વખત રાજકોટ મોરબી હાઇવે પર તેમજ રાજકોટ-જામનગર હાઇવે પર અકસ્માતના અનેક વખત બનાવ બન્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં સંખ્યાબંધ લોકોનાં મોત પણ નીપજ્યા છે.
રાજકોટ: ઈકો કાર અચાનક જ ત્રણથી ચાર પલટી મારી ગઈ! pic.twitter.com/vEdSHGxhsl
— News18Gujarati (@News18Guj) September 9, 2021
અકસ્માતના બનાવ જ્યારે પણ બનતા હોય છે ત્યારે ચોક્કસ તેમાં ઇકો કાર ચાલક તેમજ તુફાન કાર ચાલકની ગંભીર બેદરકારી પણ જણાઇ આવતી હોય છે. હાઈવે પર બેફામ ગતિએ વાહનો ચલાવવામાં આવતા હોય છે અને તેના પગલે અકસ્માતોની હારમાળા સર્જતી હોય છે. આવા કિસ્સામાં અનેક જિંદગી પણ હોમાઈ જતી હોય છે. જોકે, આ કિસ્સામાં કારમાં સવાર રહેલા લોકો નસીબદાર રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..