ગુજરાત સરકાર દ્વારા આરટીઇ એટલે કે રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજયુકેશન એકટ હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા મુજબ ધો.1 માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે.જે બાળકોએ 1 જૂન 2019 ના રોજ પાંચ વર્ષ પૂર્ણ કર્યા હોય તે બાળકોને આ યોજના લાગુ પડે છે. વાલીઓ પોતાના બાળકને પોતાની પસંદગીની શાળામાં ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમમાં વિનામૂલ્યે એડમિશન મેળવવા આરટીઇના ફોર્મ તા.5 થી 15 એપ્રિલ સુધી www.rtegujarat.org અથવા htpps://rte.orpgujarat.com વેબસાઇટ પર ભરી શકાશે.
ઓનલાઇન ફોર્મ ભરવા મદદ લઇ શકાશે
આરટીઇના ઓનલાઇન ફોર્મ ભરવા માટે વાલીઓ સ્વીકાર કેન્દ્રની મદદ લઇ શકશે. જે વાલીઓ ઓનલાઇન પ્રવેશ ફોર્મ ન ભરી શકતા હોય તે સ્વીકાર કેન્દ્ર પર જઇ કોરૂં પ્રવેશ ફોર્મ મેળવી જરૂરી વિગતો ભરી પરત આપશે તો તેઓનું ફોર્મ સ્વીકાર કેન્દ્ર પર ઉપસ્થિત કર્મચારી દ્રારા ઓનલાઇન ભરી આપવામાં આવશે. ઓનલાઇન ભરેલા પ્રવેશ ફોર્મની પ્રિન્ટ કાઢી દસ્તાવેજી પુરાવા સાથે નજીકના સ્વીકાર કેન્દ્રમાં તા.5 થી 16 એપ્રિલ સુધીમાં જમા કરાવાના રહેશે.
ફોર્મ ભરવામાં આટલી તકેદારી રાખવી જરૂરી
- આધાર કાર્ડ અને જન્મ તારીખના દાખલામાં વિગતો સરખી હોવી જોઈએ.
- આવકનો દાખલો ડુપ્લીકેટ હશે તો પાછળથી ફોર્મ રિજેક્ટ થશે.
- એડ્રેસ ગૂગલ લોકેશનથી લેવાઇ છે,આથી સોસાયટી આવે છે કે નહીં તે જોવું.
- વાલીના બેંક એકાઉન્ટમાં સરકાર દ્વારા આરટીઇના નાણાં જમા કરાવામાં આવે છે. જેથી બેંક એકાઉન્ટ ચાલુ હોવુ જરૂરી.
આરટીઇની અરજી માટે જરૂરી દસ્તાવેજો
- વિદ્યાર્થીનો જન્મનો દાખલો
- વિદ્યાર્થીનું આધાર કાર્ડ
- માતાપિતાનું આધાર કાર્ડ અને પાન કાર્ડ
- આવકનો દાખલો (મામલતદારનો)
- લાઇટબીલ,રેશનકાર્ડ,વેરા બીલ
- બેંક પાસબુક (પિતા ની ફરજીયાત, બાળકની હોય તો તે પણ)
- વિદ્યાર્થીના બે ફોટા
- પિતાનો જાતિનો દાખલો(લાગુ પડતું હોય તેના માટે)
રાજ્ય સરકારના પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા ગત વર્ષે રાઈટ ટુ એજ્યુકેશન (RTE)એક્ટ હેઠળ એડમિશનની પ્રક્રિયા મોડી શરૂ કરાઈ હતી. તેને કારણે સર્જાયેલા વિવિધ પ્રશ્નોને ધ્યાનમાં લઇ આ વર્ષે આગામી 5મી એપ્રિલથી આરટીઇ હેઠળ એડમિશનના ફોર્મ ભરવાના શરૂ કરવાનો નિર્ણય કરાયો છે.