ન તો કોઈ લોટરી, ન તો લકી ડ્રો, ન તો ‘કૌન બનેગા કરોડપતિ’ ગેમ શોમાંથી મળેલી રાશિ, આમ છતાં બિહાર (Bihar)ના એક ગામના લોકો બેન્ક (Bank) બહાર લાઈનમાં ઊભા રહીને પોતાના બેંક ખાતાની બેલેન્સ ચેક કરી રહ્યા છે. આવું એ માટે થઈ રહ્યું છે, કારણ કે સ્કૂલમાં અભ્યાસ કરતા ગામના બે બાળકોના ખાતામાં રાતોરાત એટલી બધી રકમ જમા થઈ ગઈ છે કે આટલી રકમ તો કોઈ અમીર વ્યક્તિના ખાતામાં પણ ન હોય. બાળકોનાં ખાતામાં મોટી બેન્ક બેલેન્સ (Bank balance) આવી જતાં આ વિસ્તારના લોકો પોતાના ખાતામાં કેટલી રકમ જમા છે તેની તપાસ માટે બેંકમાં પહોંચી રહ્યા છે. લોકો આશા રાખી રહ્યા છે કે તેમના ખાતામાં પણ રકમ જમા થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
આ આખો બનાવ બિહારના કટિહાર જિલ્લા (Katihar district)ના પસ્તિયા ગામ (Pastiya village)નો છે. અહીં બુધવારે સાંજે દરેક વ્યક્તિ પોતાના બેંક ખાતાની બેલેન્સ ચેક કરી રહ્યો હતો. હકકીતમાં ઉત્તર બિહાર ગ્રામીણ બેંક (Uttar Bihar Gramin Bank)માં ખાતા ધરાવતા છ વર્ષના બે વિદ્યાર્થીના ખાતામાં એક સાથે કરોડો રૂપિયાની રકમ જમા થઈ ગઈ હતી.
ધોરણ-6માં અભ્યાસ કરતા અસિત કુમાર (Asit Kumar) ખાતામાં 6 કરોડ 20 લાખ 11 હજાર 100 રૂપિયા જમા થયા હતા. જ્યારે ગુરુ ચરણ વિશ્વાસ (Guruchandra Vishwas) નામના વિદ્યાર્થીના ખાતામાં 905 કરોડ રૂપિયાથી વધુની રકમ જમા થઈ હતી. હકીકતમાં સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતા આ બંને બાળકોના ખાતામાં પોષાક માટે સરકારી રાશિ જમા થવાની હતી. જોકે, એક સાથે આટલી બધી રકમ થઈ જતા બંનેના પરિવારજનો ચોંકી ગયા હતા.
પોશાકની રાશિ જમા થઈ છે કે નહીં તેની તપાસ માટે બાળકો ગામના ઇન્ટરનેટ કેન્દ્ર પર ગયા હતા. તેમના ખાતામાં જમા થયેલી રકમ વિશે બંનેને જ્યારે માલુમ પડ્યું ત્યારે બંને વિશ્વાસ કરી શક્યા ન હતા. કેન્દ્રમાં હાજર અન્ય લોકો પણ બેંને બાળકોના ખાતામાં આટલી બધી રાશિ જમા હોવાનું જાણીને ચોંકી ગયા હતા.
રાતોરાત કરોડપતિ બની ગયેલા આ બંને બાળકોને સમજમાં નથી આવી રહ્યું કે આવું કેવી રીતે થયું. મીડિયા રિપોર્ટ પ્રમાણે બેંકના મેનેજર મનોજ ગુપ્તા (Branch manager Manoj Gupta) પણ આ વાતથી પરેશાન છે. હાલ બેંક તરફથી બંને બાળકોના ખાતાને ફ્રીજ કરી દેવામાં આવ્યું છે, એટલે કે તેમાં લેવડદેવડ માટે મનાઈ કરી દેવામાં આવી છે. બેંક તરફથી ઉચ્ચ અધિકારીઓને આ અંગે જાણ કરવામાં આવી છે.
એક દિવસ પહેલા ખગડિયા જિલ્લામાં આવો જ એક બનાવ બન્યો હતો. જ્યાં એક રંજીત દાસ નામના પ્રાઇવેટ ટ્યુટરના ખાતામાં 5.5 લાખ રૂપિયા જેટલી રકમ જમા થઈ ગઈ હતી. બેંકની ભૂલને કારણે આ રકમ જમા થઈ ગઈ હતી. જે બાદમાં બેંક તરફથી રંજીત દાસને રકમ પરત કરવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી. જોકે, તેણે રકમ પરત કરવાનો ઇન્કાર કરી દીધો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..