બધાએ નાનપણમાં દોરડા તો જરૂર કૂદ્યા હશે. નાનપણમાં દોરડા કૂદને આપણે એક રમત અને મનોરંજનના રૂપમાં લેતા હતા. એ સમય પર આપણને ખબર પણ નહીં હોય કે જેને આપણે રમત સમજીએ છીએ તે એક કસરત પણ હોઈ શકે છે. દોરડા કૂદ સૌથી સહેલી અને સારી કસરત માનવામાં આવે છે.
દોરડા કૂદવાથી આપણા આખા શરીરની કસરત થઈ જાય છે. સૌથી ઉત્તમ વાત તો એ છે કે, આ કસરત કરવા માટે તમારે ક્યાંય બાર જવાની પણ જરૂર રહેતી નથી. તમે ઘરે રહીને જ ખુલ્લી જગ્યા પર આ કસરત કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
જો તમે જિમ, દોડ અથવા યોગ કે એરોબિક્સ કરીને કંટાળી ગયા હોય તો, આ વખતે સ્કિપિંગને તમારી કસરતનો ભાગ બનાવો. તો આવો જાણીએ વજન ઓછું કરવા ઉપરાંત દોરડા કૂદવાથી સ્વાસ્થ પર કયા કયા ફાયદા થાય છે.
વજન ઓછું કરવામાં મદદરૂપ દોરડા કૂદથી વજનને જલદી ઓછું કરી શકાય છે. દોરડા કૂદવાથી થોડા જ સમયમાં જોગિંગ અને દોડની બરાબર જેટલી જ કેલરી વપરાય છે.
જો તમે સતત પંદર મિનિટ સુધી દોરડા કૂદો છો. તો લગભગ તમારી ૨૦૦ જેટલી કેલરી બળે છે. તેનાથી શરીરમાં ઊર્જાનો સંચાર થાય છે અને શરીર કસાયેલું રહે છે.
હૃદય માટે છે ફાયદાકારક
જ્યારે આપણે સતત દોરડા કૂદીએ છીએ ત્યારે હૃદયના ધબકારા વધી જાય છે. તેના કારણે હૃદય ઝડપથી કામ કરતાં ઓક્સિજન વધારે પ્રમાણમાં ફેફસાંમાં જાય છે. જેમાં હૃદય લોહીને શુદ્ધ કરીને શરીરના દરેક અંગો સુધી પહોંચાડે છે. તેમજ ચહેરાની ત્વચા પર પણ ગ્લો આવે છે. જેના કારણે ત્વચા સંબંધી સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે. દોરડા કૂદતા પસીનો થાય છે. જેના કારણે શરીરમાં રહેલા ઝેરી તત્ત્વો બહાર નીકળી જાય છે અને ત્વચાના રોમછીદ્રો ખુલી જાય છે. તેમજ ચહેરો દાગ-ધબ્બા અને કરચલીઓ રહીત બને છે અને આ સાથે ત્વચા કસાયેલી બને છે.
કઇ વાતનું ધ્યાન રાખવું ?
આ સાથે દોરડા કૂદતા કેટલી વાતોનું ધ્યાન રાખવું પણ ખૂબ જરૂરી છે. નહિતર તો દોરડા કૂદતા તમને વાગી શકે છે તેમજ સ્નાયુઓમાં ખેંચાણ પણ આવી શકે છે.
- હંમેશાં ખાલી પેટે દોરડા કુદવા જોઇએ અથવા જો તમે ખાધું હોય તો ઓછામાં ઓછા ત્રણ કલાક પછી જ દોરડા કૂદવા જોઇએ. જેથી ત્યાં સુધીમાં તમારું ખાવાનું પણ સારી રીતે પચી જાય.
- દોરડા કૂદતા પહેલાં થોડી સ્ટ્રેચિંગ કરવી જરૂરી છે. જેથી દોરડા કૂદતા સ્નાયુઓમાં કોઈ ખેંચાણ ન આવે અને તમારા શરીરને કોઇ નુકસાન પણ ન થાય.
- દોરડા કૂદવાથી પેટ પરની ચરબી ઘટે છે, તથા હાથ પગના સ્નાયુઓ મજબુત બને છે.
- જો તમે દોરડા કૂદનો પૂરેપૂરો ફાયદો ઊઠાવવા માંગતા હોવ તો સાંજની જગ્યાએ સવારે દોરડા કૂદવું સલાહભર્યું છે.
- બંધ રૂમનાં બદલે ખુલ્લી જગ્યામાં તાજી હવામાં દોરડા કૂદવા જોઇએ. તેનાથી ઓક્સિજન વધુ પ્રમાણમાં મળી રહે છે.
- શરૂઆતમાં દોરડા કૂદવાની ગતિ ધીમી રાખવી, ત્યારબાદ ધીરેધીરે ફાવટ આવી જાય પછી દોરડા કૂદવાની ગતિને વધારવી જોઈએ.
ફિટનેસ એક્સપર્ટ :- વિધિકા શાહ
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends…